Gujarat

વિશાળ બાઈક યાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકરો જાેડાયા

પાટણ
આઝાદી કા અમૃત મહોત્સવ યાત્રા અંતર્ગત યોજાયેલી ભવ્ય અને વિશાળ રેલી પાટણમાં આવી પહોંચી હતી. આ રેલી સાથે પ્રદેશ યુવા મોરચા પ્રમુખ ડૉ. પ્રશાંતભાઇ કોરાટ પાટણની મુલાકાતે આવ્યા હતા. તેમનું ભવ્ય સ્વાગત કાર્યકરો દ્વારા કરાયું હતું. રેલીનું સામૈયું પાટણની સરસ્વતી નદીના પુલ પાસે કરાયું હતું. તેઓ રેલી સ્વરૂપે અને ભાજપના સુત્રોચ્ચારો સાથે પાટણમાં પ્રવેશ્યા હતા. ત્યારે સ્ટેશન પર સ્વામી વિવેકાનંદજી, બગવાડામાં સરદાર પટેલ, સિદ્ધરાજ જયસિંહ તથા ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાઓને માલ્યાર્પણ કર્યુ હતું. આ રેલી શહેરનાં સરસ્વતી બ્રીજથી ટી.બી. ત્રણ રસ્તા, રેલ્વે ફાટકથી રાજમહેલ રોડથી રેલ્વે સ્ટેશનથી બગવાડા દરવાજા સુધી આવી હતી. બગવાડા યોજાયેલા મંચ પરનાં કાર્યક્રમમાં ડૉ. પ્રશાંતભાઇ કોરાટ, પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઇ ઠાકોર ગુજરાત પ્રદેશ ભાજપનાં પૂર્વ મહામંત્રી કે.સી. પટેલ, જયશ્રીબેન દેસાઇ, કિશોર મહેશ્વરી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. ડૉ. પ્રશાંતભાઇ તથા કે.સી. પટેલે કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચા દ્વારા બાઈકયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુવા મોરચાના કાર્યકરો બાઈક સાથે જાેડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *