Gujarat

વેક્સિન લીધા હોવાથી કોરોના વોર્ડમાં ફરજ બજાવતા છતાં સંક્રમણ નહીં ઃ મહિલા ડોક્ટર

અમદાવાદ
અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે રાજય કક્ષાના આરોગ્યમંત્રી નિમિષાબેન સુથાર દ્વારા પ્રિકોશન ડોઝ આપવાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલના મેડિકલ,પેરામેડિકલ સ્ટાફને આજથી વેક્સિનનો ત્રીજાે ડોઝ એટલે કે પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી હતી અને વેક્સિન લેનાર ફ્રન્ટ લાઈન વોરિયર્સને નિમિષાબેન સુથાર દ્વારા સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા હતા. નિમિષાબેન સુથારે જણાવ્યું હતું કે, હાલમાં વેક્સિનનો જથ્થો પૂરતો છે. અત્યારે ૬ લાખ જેટલો વેક્સિનનો જથ્થો છે અને આજે કેન્દ્રમાંથી પણ વેક્સિનનો જથ્થો ગુજરાતને મળવાનો છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન વિસ્તારમાં અઢી લાખથી વધુ ફ્રન્ટલાઇન અને હેલ્થ વર્કર છે. શહેરના ૮૦ અર્બન હેલ્થ સેન્ટર અને ૨૦ સરકારી હોસ્પિટલ પરથી બુસ્ટર ડોઝ અપાશે. સોમવારે પ્રથમ દિવસે ૨૦ હજાર બુસ્ટર ડોઝ આપવાનો અંદાજ રાખ્યો છે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગ પાસે અંદાજે ૩ લાખ બુસ્ટર ડોઝ છે. અમદાવાદ જિલ્લામાં ૯૮૮૨ ફ્રન્ટલાઇન વર્કર અને ૫૮૯૪ હેલ્થ લાઇન વર્કર મળી અંદાજે ૧૫,૭૭૬ લોકો બુસ્ટર ડોઝ માટે સક્ષમ છે. તમામને અગાઉ તેમણે જે રસી લીધી છે તેનો જ બુસ્ટર ડોઝ અપાશે.ગુજરાત સહિત દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ છે, ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા હવે વેકસીનનો ત્રીજાે ડોઝ આપવાનો શરૂ કરવામાં આવ્યો છે. આજથી રાજ્યભરમાં આરોગ્ય કર્મીઓ, સિનિયર સિટીઝનને પ્રિકોશન ડોઝ આપવાના શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા આરોગ્ય કર્મીઓને આજથી પ્રિકોશન ડોઝ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. સિવિલના પીડિયાટ્રિક વૉર્ડમાં ફરજ બજાવતા અને એસોસિટ પ્રોફેસર ડોકટર જયશ્રીએ જણાવ્યું હતું કે, હું કોરોના વૉર્ડમાં બાળકોના વૉર્ડમાં ફરજ બજાવી ચુકી છું. કોરોના સંક્રમિત ઘણા બાળકોની સારવાર પણ મેં કરી છે, પરંતુ સાથે જ મેં જ્યારે વેકસીન આપવાની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે વેક્સીનના બંને ડોઝ લીધા હતા જેથી હું કોરોનાથી બચી શકી છું અને આજે ત્રીજાે ડોઝ પણ લીધો છે જેથી વધતા સંક્રમણ સામે હું કોરોનાથી બચી શકીશ. અત્યારે પણ હું કોરોના વૉર્ડમાં ફરજ બજાવવા તૈયાર છું. ડૉ. કિંજલ સોલંકીએ જણાવ્યું હતું કે, અગાઉ હું કોરોના વૉર્ડમાં ફરજ બજાવતી હતી અને કોરોનાથી સંક્રમિત થઈ હતી. પરંતુ વેકસીન આવતા જ મેં વેકસીનના બંને ડોઝ લીધા હતા જે બાદ મને કોરોના થયો નથી અને મેં કોરોના વૉર્ડમાં ફરજ બજાવી જ છે. પ્રિકોશન માટે આજે મેં પ્રિકોશન ડોઝ લીધો છે અને મારી ફરજ બજાવું જ છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *