ગિરગઢડા
ભરત ગંગદેવ.
વેરાવળ પાટણ જોડિયા શહેર માં હાલ ચોમાસાની શરૂઆતથી જ વેરાવળ પાટણ શહેરના મુખ્ય માર્ગની બનૈ સાઇડમાં તેમજ અનેક રેહણાકી સોસાયટી વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાના હીસાબે ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ રહ્યું હોય અને તેના હિસાબે મચ્છરો, જીવાતોનો ઉપદ્રવ વધવાની સાથે વાઈરલ, ડેન્ગ્યૂ, તાવ તાઇફોઇડ, ઝેરી મેલેરિયા જેવા રોગો વધવાનિ શક્યતાઓ રહેલી હોય જેથી વેરાવળના જાવેદ સફર તેમજ ડોક્ટર હિતેશ જીમુલીયા સામાજિક કાર્યકરો દ્વારા વેરાવળ નગરપાલિકાના ચીફ ઓફિસર ચેતનભાઈ ડુડીયા ને લેખિતમાં ઉપરોક્ત સંદર્ભે દરેક વિસ્તારમાં તુરંતમા ગંદકી દૂર કરી સફાઈ અભિયાન ચલાવવા માંગણી સાથે લેખિતમાં રજૂઆત કરેલ હોવાનું સોશિયલ એક્ટિવિસ્ટ અનિષ રાચ્છની અખબારી યાદી દ્વારા જણાવ્યું હતું


