Gujarat

વેરાવળ મા એડવોકેટ ડાંગોદરાની રજૂઆત થી ચેક રિટર્ન કેસમાં છ માસની સજા અને ૨૫ હજાર દંડ ફટકારતી કોર્ટ

   ગિરગઢડા
   ભરત ગંગદેવ
           વેરાવળ તાલુકાનાં ચમોડા ગામનાં રહે. હસનભાઈ રહીમભાઈ રાઠોડ પાસેંથી આરોપી ચાંડપા અરવિંદભાઈ ગોંવિદભાઈ, રહે.વેરાવળ,  મિત્રતામા  ફરીયાદી પાસેથી ૨૦૧૯ માં કુલ રૂા.૩૫,૦૦૦/- હાથ ઉછીનાં  નાણા લીધેલ હોય જે  બે માસમાં પરત ચુકવી આપવા હસનભાઈ  રાઠોડને વચન  આપેલ અને ત્યારબાદ નાણાની ઉઘરાણી કરતા આરોપીએ તેમની સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડીયા વેરાવળ શાખાનો પોતાનાં ખાતનો ચેક, ફરીયાદીનાં નામ જોગનો લખી આપેલ જે ચેક ફરીયાદીએ બેંકમાં રજુ કરતા ચેક રીર્ટન થયેલ આથી આરોપીને ફરીયાદીએ તેમનાં એડવોકેટ પી.એમ.ડાંગોદરા મારફત ડીમાન્ડ નોટીસ કરેલ જે નોટીસ બજી જવા છતાં આરોપીએ નાણા પરત આપેલ નહી. આથી ફરીયાદીએ વેરાવળનાં મહે.જ્યુડી.મેજી.(ફ.ક.) સાહેબની કોર્ટમાં ફો.કે.નં.૧૨૦૯/૧૯ થી ધી નેગો.ઈન્સ્ટ્રુ, એકટની કલમ-૧૩૮ નાં પ્રબંધો તળે ફરીયાદ દાખલ કરેલી જે કેસની ટ્રાયલ ચાલી જતા તા.૨૮-૦૪-૨૦૨૨ નાં રોજ વેરાવળનાં મહે.જ્યુડી,મેજી. મીસ.પી.કે.દવે સાહેબે આરોપી ચાંડપા અરવિંદભાઈ ગોંવિદભાઈ, રહે.વેરાવળવાળાને તકસીરવાન ઠરાવી આરોપીને છ માસની સજા તથા રૂ।.૨૫,૦૦૦/- ફરીયાદીને બે માસમાં ચુકવવા હુકમ કરેલ છે. અને જો વળતરની રકમ ચુકવવામાં નિષ્ફળ જાઈ તો વધુ ૩-માસની સજાનો હુકમ કરેલ છે. આ કામે ફરીયાદીના વકિલ તરીકે પ્રવિણચંદ્ર ડાંગોદરા, દિલીપ વ્યાસ તથા ધર્મેન્દ્ર ચાવડા-વેરાવળનાઓ રોકાયેલા હતા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *