વેરાવળ
ગીર સોમનાથના વેરાવળ નજીક એક બેકાબૂ કાર ડિવાઈડર કુદાવી હવામાં ફંગોળાઈ હતી. આ સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. કાર ડિવાઈડર કુદાવી રોડની બીજી સાઈડમાં ફંગોળાઈ હતી. કાર એક બાદ એક ત્રણ ગુલાટી ખાઈ ગઈ હતી. જાેકે, આ અકસ્માતમાં અન્ય કોઈ વાહન સામે ટક્કર થઈ ન હતી. અન્ય કોઈ પાર્ટીને અકસ્માત ન નડ્યો હોય કારચાલકે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. પોલીસ ફરિયાદ ન નોંધાવાને કારણે અકસ્માતનું સ્થળ જાણી શકાયું નથી.સોમનાથ- જેતપુર હાઇવે પર વેરાવળ નજીક બેકાબૂ થયેલી એક કાર ડિવાઈડર કુદાવી હવામાં ફંગોળાઈ હતી. જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં છે. જેમાં જાેઈ શકાય છે કે, એક કાર પૂરપાટ ઝડપે આવી રહી છે. જે અચાનક કોઈ કારણસર બેકાબૂ થતા ડિવાઈડર સાથે અથડાઈ ચાર ગોથા ગાઈ ગઈ હતી. ત્યારબાદ કાર રોડની બીજી તરફ જઈ પડી હતી.


