Gujarat

શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રી એસોસિએસન દ્વારા સર્વિસ રોડ પર જ વૃક્ષારોપણ કરી અનોખો દર્શiવ્યો.

 

શાપર-વેરાવળ:-કોટડાસાંગાણી તાલુકા ના શાપર-વેરાવળ માં ઇન્ડસ્ટ્રી એસોસિએસન દ્વારા સાંજ ના સુમારે વિરોધ પ્રદર્શન ના કાર્યક્રમ નું ખાસ આયોજન કરાયું હતું.જેમાં ઇન્ડસ્ટ્રી એસોસિએસન તેમજ ગ્રામપંચાયતો દ્વારા વારંવાર રજુઆતો કરવા છતાં હાઇવે ઓથોરિટી દ્વારા કોઈ નક્કર પગલાં ના ભરાતા જાહેર માં સર્વિસ રોડ પર
લોકોએ એકત્ર થઈ ભારત માતા કી જય અને હમારી માંગે પુરી કરો ના નારા સાથે ઉગ્ર અને અનોખો વિરોધ નોંધાવેલ હતો.
જેમાં હાલ ચોમાસા ની ઋતુ નો પ્રારંભ થઈ ચુક્યો છે. દર વર્ષે વધુ વરસાદ માં મસ મોટા ગાબડાઓ પડતા પાણી ભરાય રહેતા વાહન ચાલકો ને પણ મુશ્કેલી નો સામનો કરવો પડતો હોય છે.જેથી આ સર્વિસ રોડ માં દિવસ ભર માં હજારો ની સંખ્યા માં વાહનોની અવરજ્વર થતી હોય છે. હાઇવે ઓથોરિટી ની ધોર બેદરકારી સામે આવી છે. રીપેરીંગ માં પણ મોડી રાત્રે ખાડાઓ બુરી ને તંત્ર સંતોસ માની લેતું હોય છે. શાપર ના ઉદ્યોગપતિ દુષ્યતભાઈ ટીલાળા એ જણાવ્યું હતું કે શાપર-વેરાવળ માં 10 હજાર થી વધુ કારખાઓ છે.જેમાં બંને સાઈડ ના સર્વિસ રોડ અતિ બિસ્માર હાલત માં છે.અહીંયા દરરોજ હજારો ની સંખ્યા માં વાહનો ની અવરજવર થતી હોય છે.જેથી હાઇવે ઓથોરિટી તાત્કાલિક ધોરણે પગલાં લય સર્વિસ રોડ નું સમારકામ ની કામગીરી હાથ ઘરે. તેમજ આ કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત ઇન્ડસ્ટ્રી એસોસિએશન ના સદસ્યો,અને દુષ્યન્તભાઈ ટીલાળા,અને વેરાવળ ના સરપંચ શ્રી રવિરાજસિંહ જાડેજા, કોટડાસાંગાણી તાલુકા પંચાયત ના શાપર સીટ ના સદસ્ય અશ્વિનભાઇ ગઢીયા.ધનસ્યામ ભાઈ ભુવા.તેમજ વેપારી એસોસિએસન ના પ્રમુખ સહીત ના હોદેદારો તેમજ શાપર-વેરાવળ,પારડી ગ્રામ પંચાયત ના આગેવાનો તેમજ ગ્રામજનો જોડાયા મોટી સંખ્યા માં જોડાયા હતા.

રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ.

1656393832971.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *