Gujarat

શાળા દ્વારા કોરોના સંક્રમિત વિદ્યાર્થીની માહિતી ડીઈઓને અપાતી નથી

અમદાવાદ
ડિસેમ્બર ૧થી લઈને અત્યાર સુધીમાં ચિંતાજનક રીતે સંક્રમણ સ્કૂલોમાં ફેલાતા ૧૧૦૦ જટેલા વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યાં છે. જેમાંથી અડધો અડધ એટલે કે ૫૩૨ કેસ તો માત્ર એકલા સુરત શહેરમાં જ આવ્યાં છે. અત્યાર સુધીમાં ધરખમ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટીવ આવ્યાં છે. જાે કે, તે ગંભીર બાબતની વચ્ચે પણ રાહત એક જ છે કે, એક પણ વિદ્યાર્થીની દાખલ ક્રિટિકલ નથી કે હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડે.રાજ્યમાં કોરોનાના કેસમાં જેટ ગતિએ વધારો થયો છે. અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે. અગાઉ આટલા કેસમાં લોકડાઉનની સ્થિતિ હતી. પરંતુ હાલમાં સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ ચાલુ છે. રાજ્યમાં ૧૧૦૦ વિદ્યાર્થીઓ સંક્રમિત થયાં છે. ત્યારે અમદાવાદમાં તેનો આંકડો માત્ર ૫૦ વિદ્યાર્થીઓનો છે. શહેરમાં સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ બંધ ના કરવું પડે તે માટે સંક્રમિત થનારા વિદ્યાર્થીઓની માહિતી શિક્ષણાધિકારીને આપવામાં આવતી નથી. રાજ્યમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ અમદાવાદની સ્કૂલોમાં છે. શહેરની સ્કૂલોમાં અત્યાર સુધીમાં માત્ર ૫૦ વિદ્યાર્થીઓ જ પોઝિટિવ આવ્યાં છે. જ્યારથી ધોરણ ૧ થી ૯ ની સ્કૂલો ઓનલાઇન કરવામાં આવી ત્યારથી એક પણ કેસની જાણ ડ્ઢઈર્ં ને કરાઈ નથી. નિયમ મુજબ સ્કૂલમાં ૧ કેસ પણ આવે તો તે સ્કૂલ બંધ કરવામાં આવે છે જેના કારણે સંચાલકો સ્કૂલ બંધ ના કરવી પડે તે માટે કેસ આવે તો પણ ડ્ઢઈર્ંને જાણ કરતા નથી. અગાઉ જ્યારે અમદાવાદમાં ૫૦૦ની આસપાસ કોરોનાના કેસ આવ્યા હતા ત્યારે સ્કૂલોમાં ૫-૬ વિદ્યાર્થીઓ સંક્રમિત થતા હતા પરંતુ હવે જ્યારે અમદાવાદમાં ૨૦૦૦ આસપાસ કેસ આવી રહ્યા છે. ત્યારે ઓફલાઇન સ્કૂલ હોવા છતાં સ્કૂલોમાં કેસ આવતા જ નથી જેનાથી સ્પષ્ટ થાય છે કે સ્કૂલોએ કેસ અંગે જાણ કરવાની બંધ કરી છે. ઉપરાંત કેટલાક વાલીઓએ પણ પોતાનું બાળક પોઝિટિવ આવે તો સ્કૂલોને જાણ કરી નથી. આ અંગે શિક્ષણ વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર કોરોનાના કેસ ખુબ જ વધી રહ્યા છે. પરંતુ અમદાવાદની સ્કૂલોમાં કેસ આવતા નથી જે આશ્ચર્યજનક છે. ખરેખર સ્કૂલોમાં કેસ છે પરંતુ સ્કૂલો બંધ ના થાય તે ડરથી સ્કૂલો દ્વારા શિક્ષણ વિભાગને જાણ કરાતી નથી. સ્કૂલોની આ ભૂલ વિદ્યાર્થીઓને ભારે પડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *