Gujarat

શેઠ એમ આર હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષા નો કારકિર્દી માર્ગદર્શન કેમ્પ યોજાયો.

પૂર્વ ધારાસભ્ય સહીત અગ્રણીયો ઉપસ્થિત રહ્યા.
રીપોર્ટર.મકસુદ કારીગર
ગુજરાત સરકાર ના શિક્ષણ વિભાગ અને શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ તેમજ આરોગ્ય અને પરિવાર કલિયાણ વિભાગ તથા કૃષિ અને પશુપાલન વિભાગ ના સહયોગ થી કઠલાલ તાલુકા કક્ષા નો કારકિર્દી અને માર્ગદર્શન કાર્યક્રમ શેઠ એમ આર હાઈસ્કૂલ ખાતે યોજયો.આ કાર્યક્રમ માં ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ ને કારકિર્દી માટે યોગ્ય માર્ગદર્શન મળી રહે અને યોગ્ય કારકિર્દી પસંદ કરી શકે તે બાબત નું  સંપૂર્ણ માર્ગદર્શન આપવમાં આવ્યું હતું.તેમજ 31.5.2022 ના રોજ નિવૃત થતા 11 શિક્ષકો ને પેન્સન કેસ શિલ્પાબેન પટેલ ડી.ઈ.ઓ તથા કનુભાઈ ડાભી ના હસ્તે આપવામાં આવ્યું હતું.આ પ્રસંગે કનુભાઈ ડાભી પૂર્વે ધારાસભ્ય ભાજપ,ગોવિંદભાઇ પરમાર તાલુકા પંચાયત પ્રમુખ,રમીલાબેન નગર પાલિકા પ્રમુખ,જેસનભાઈ સોલંકી કેરિયર કાઉન્સેલર,આર.એસ.વ્યાસ આઈ ટી આઈ કઠલાલ, તેમજ જિલ્લા શિક્ષણ કચેરી ના કર્મચારીઓ શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ સહીત ના લોકો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહી કાર્યકમ નો લાભ લીધો હતો.

IMG-20220604-WA0044-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *