Gujarat

શેરડીના ઉત્પાદનમાં ગીર-સોમનાથ જિલ્લો અગ્રેસર હોવાથી અહીં ગોળનું ઉત્પાદન સૌથી વધુ થાય છે

ગિરગઢડા તા 23
  ભરત ગંગદેવ.
સદનસીબે આ વર્ષે શેરડીમાં રસની રીકવરી ટને પાંચ કિલો વધી જતાં 1 ટન શેરડીમાંથી 140 કિલો ગોળનો ઉતારો આવે છે. ગોળનાં ઉત્પાદનનાં રાબડ 200 થી 250 ગીર-સોમનાથ જિલ્લામાં ધમધમતા હોવાથી હજુ  માર્ચ સુધી ગોળનું ઉત્પાદન ચાલુ રહેશે. ગીર-સોમનાથ જિલ્લામાં 20.થી 25.લાખ ડબ્બાનું ઉત્પાદન થાય છે.
ગોળ ઉત્પાદનનું હબ ગણાતા ગીર-સોમનાથ જિલ્લામાં ગોળના 250. રાબડાઓ રાત-દિવસ ધમધમે છે. ખેડૂતોને એક ટન શેરડીનો ભાવ રૂા. 2200 રૂા. સુધીના ઉચ્ચત્તમ ભાવો મળે છે. સૌરાષ્ટ્રની શેરડીમાં રસ નિષ્કાસન રિકરવી ખૂબ જ ઉંચી છે. જે ગત શાલ કરતા ટને 5 કિલો ગોળ વધારી આપે છે. 1 ટન શેરડીમાંથી 140 કિલો ગોળનો ઉતારો આવે છે. એકલો ગીર-સોમનાથ જિલ્લો સાડા છ લાખ ટન શેરડીનું ઉત્પાદન કરેશે.
 સૌરાષ્ટ્ર ના ગોળની  હરેક રાજ્ય માં બહુજ માંગ નીકળશે. ચાલુ સાલે ખેડૂતોને શેરડીના ભાવો ઉંચા મળતા આગામી વર્ષે વાવેતર વિસ્તાર પણ વધશે

IMG-20220222-WA0513.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *