Gujarat

શ્રાવણ માસના છેલ્લા શનિવાર નિમિતે  સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને મીઠાઈનો અન્નકૂટ ધરાવાયો…  

વિશ્વશાંતિ હનુમાન ચાલીસા અને હનુમંત મંત્ર યજ્ઞની પૂર્ણાહુતી – દિવ્ય સત્સંગનું સમાપન કરવામાં આવ્યુ…
 શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત બોટાદ જીલ્લામાં આવેલ સાળંગપુરધામમાં કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે તા.27-08-2022ને શનિવારના રોજ પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી ( અથાણાવાળા ) ની શુભ પ્રેરણાથી એવં કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી તથા પૂજારી સ્વામીની અથાગ મહેનતથી  કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ચાંદીના વાઘાનો ફૂલોનો દિવ્ય શૃંગાર કરી મંગળા આરતી પૂજારી સ્વામી તથા શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસ સ્વામી ( અથાણાવાળા ) દ્વારા કરવામાં આવેલ તથા  કષ્ટભંજનદેવ દાદાને બપોરે ૧૧.૧૫ કલાકે વિવિધ મીઠાઈનો અન્નકૂટ ધરાવાયો હતો.અન્નકૂટ આરતી પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી ( અથાણાવાળા ) દ્વારા કરવામાં આવેલ . બપોરે ૧૨.૦૦ કલાકે પવિત્ર શ્રાવણ માસ નિમિતે વિશ્વશાંતિ હનુમાન ચાલીસા અને હનુમંત મંત્ર યજ્ઞની પવિત્ર બ્રાહ્મણો દ્વારા યજ્ઞ – પૂજા પાઠ દ્વારા પૂર્ણાહુતી કરવામાં આવેલ . તેમજ દિવ્ય સત્સંગનું પણ સમાપન કરવામાં આવી હતી. સાંજે ૫:૩૦ કલાકે ષોડશોપચાર દાદાનું ભવ્ય પૂજન – અભિષેક – પુષ્પભીષેક કરી સાંજે ૭ કલાકે મહાઆરતી કરવામાં આવેલ . ભક્તોએ ઓનલાઈન તથા પ્રત્યક્ષ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી….
તસવીરઃવિપુલ લુહાર,બોટાદ

IMG-20220827-WA0028.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *