Gujarat

શ્રી ખોડલધામ સમિતિ ગીર સોમનાથ દ્વારા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પ્રભાસ પાટણ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

જયેશપરમારપ્રભાસપાટણસોમનાથ

ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત શ્રી ધર્મભક્તિ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ તથા શ્રી ખોડલધામ સમિતિ ગીર સોમનાથના સંયુક્ત ઉપક્રમે નરેશભાઈ પટેલના ૫૭ માં જન્મ દિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.
આ કાર્યક્રમની શરૂઆત મંચસ્થ મહાનુભાવોના હાથે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવેલ. ત્યારબાદ મહેમાનોનું શાબ્દિક સ્વાગત હિંમતભાઈ સોજીત્રા તથા વિપુલભાઈ ઠુંમર દ્વારા કરવામાં આવેલ. તેમજ આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ડૉ. જી.કે.ગજેરા (ટ્રસ્ટી, શ્રી ખોડલધામ ટ્રસ્ટ – કાગવડ) હાજર રહ્યા હતા.આ કાર્યક્રમમાં ડો. ધીરેન કપુપરા (પેથોલોજીસ્ટ) રાજેશ સોલંકી (ટેક્નિશિયન), મનીષ વસવેલીયા (ટેકનીશીયન) લાઈફ લાઈન બ્લડ બેન્ક જુનાગઢ દ્વારા બ્લડ એકત્રિત કરવામાં આવેલ. તેમજ આ કાર્યક્રમમાં એચ.ડી.એફ.સી. બેન્ક વેરાવળ દ્વારા બ્લડ ડોનરોને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવેલ તેમજ બેન્ક તરફથી મેહુલભાઈ લોઢીયા તથા જીગ્નેશભાઈ કોઠારીયા હાજરી આપેલ.
આ સાથે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી વેરાવળના કિરીટભાઈ ઉનડકટ, ગીરીશભાઈ વોરા, સેવારામભાઈ તથા સંજયભાઈ દાવડા હાજર રહી બ્લડ દાતાઓને પ્રોત્સાહન પૂરું પાડેલ.
તેમજ આજરોજ આવતા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી પણ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે કરવામાં આવેલ તેમાં કુલ 120 બાળકોએ ભાગ લીધેલ જેમાં તજજ્ઞ તરીકે જી.બી. છોડવડીયા તથા ડી. એમ. રામાણી હાજર રહેલ જેમણે બાળકોને આજના દિન વિશે માહિતગાર કરેલ. વધુમાં લોકો વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આજના દિન વિશેષ ઓનલાઇન ક્વિઝ નું પણ આયોજન કરવામાં આવેલ છે.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન કો-ઓર્ડીનેટર નરેશભાઈ એન. ગુંદરણીયા, વિજયભાઈ કોટડીયા તથા સાયન્સ કોમ્યુનિકેટર ધર્મેશભાઈ મકાણી દ્વારા કરવામાં આવેલ.

IMG-20220711-WA0056.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *