હોમગાર્ડ દળ, દામનગરની બેઠક જીલ્લા કમાન્ડન્ટશ્રી અશોક જોષીના અધ્યક્ષ સ્થાને મળી.કાર્યક્રમમાં દીપપ્રાગટ્ય નગર પાલિકા પ્રમુખ શ્રીમતી ચાંદનીબેન નારોલાના હસ્તે કરાયું. જવાનોની કોરોના કાળ દરમિયાનની કામગીરીની સમાજ, સંસ્થા અને સરકાર દ્વારા લેવાયેલ નોંધથી સૌને અવગત કરાયા. આગામી કેમ્પ, તાલીમ અને વેલ્ફર ફંડનાં લાભ બાબતે સમજ આપવામાં આવી. શ્રી અશોક જોષી, જીલ્લા કમાન્ડન્ટ, હોમ ગાર્ડ, અમરેલીનાઓનું માન. મુખ્ય મંત્રીશ્રી મેડલ એનાયત પસંદગી થવાથી દામનગર હોમગાર્ડ યુનિટ ઑફિસર કમાંડિંગશ્રી, શ્રી નરેશ રાજ્યગુરુ તથા કિશોરભાઈ ભટ્ટ અને અન્ય સામાજિક પદાધિકારી દ્વારા સ્મ્રુતિ ચિહ્ન અને શાલથી સન્માન કરાયું. આ તકે શ્રી કિશોરભાઈ ભટ્ટ_ બ્રહ્મ સમાજ અગ્રણી, શ્રી અમરશી ભાઈ નારોલા_ પૂર્વ નગરપાલિકા પ્રમુખ , શ્રી પ્રિતેશભાઈ નારોલા_ દામનગર નગરપાલિકા સદસ્ય, શ્રી ધીરૂભાઈ નારોલા_શહેર ભાજપ પ્રમુખ, કુમારી રાજેશ્વરી બેન રાજ્યગુરૂ (એડવોકેટ) _ સરપંચ એક્લેરા, શ્રી કાર્તિક ભટ્ટ_લાઠી યુનિટ અધિકારી, શ્રી શરદ સાપરીયા_લીલીયા યુનિટ ઇન્ચાર્જ, શ્રી ઇતેશ મહેતા_એડવોકેટ, શ્રી જીતુ ભાઈ બલર_સામાજિક અગ્રણી,પત્રકાર નટુભાઈ ભાતીયા, હાજી કાસમ ભાઈ, શ્રી સતીષગીરી બાપુ , શ્રીમીતેશ ભાઈ સોની વગેરે સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. હોમગાર્ડ જવાનોની કામગીરીની સૌ એ પ્રસંશા કરી.
આ તકે યુનિટમાં સારી કામગીરી કરનાર સર્વશ્રી એન.સી.રાજ્યગુરુ, SPCના ઓનું સ્મૃતિ ચિહ્ન દ્વારા સન્માન કરવામાં આવેલ.આ તકે દામનગર યુનિટનાં એન.સી.ઓ., હોમગાર્ડ જવાનો પરિવાર સહ હાજર રહેલ.
કાર્યક્રમને અંતે સૌ જવાનોએ પરિવાર સાથે ભુરખિયા દાદાની આરતી અને પ્રસાદ (ભોજન)નો લાભ લીધેલ.આભારવિધિ શ્રી રાણાએ કરેલ.
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


