રિપોર્ટર.મકસુદ કારીગર, ખેડા-કઠલાલ
આણંદ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા યુવા સંમેલન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને અનેક લોકો આ કાર્યક્રમમાં જવા રવાના થયા છે ત્યારે કઠલાલ પંથક માંથી પણ વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો અને કાર્યકરો રેલી યોજી ત્યારબાદ ફોરવીલ અને ટુવીલ ગાડીઓ દ્વારા આણંદ સંમેલનમાં જવા રવાના થયા હતા. જિલ્લા મંત્રી મનોજભાઈ ઠક્કર સહિત જિલ્લાના અને તાલુકાના તથા નગરના મંત્રી,સહમંત્રી, હોદ્દેદારો અને કાર્યકરો રેલીના કાર્યક્રમમાં જોડાયા હતા અને આણંદ જવા દેવાના થયા હતા. આણંદમાં યોજાનાર યુવા સંમેલન કાર્યક્રમમાં યુવાનોને હિન્દુત્વ વિશે માહિતગાર કરવામાં આવશે તેમજ હિન્દુ ધર્મના મહત્વ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કઠલાલ પંથકમાંથી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો જોડાવા માટે રવાના થયા હતા.


