કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર અને છોટાઉદેપુર જીલ્લા યુવા વિકાસ અધિકારી અને જીલ્લા રમત-ગમત અધિકારીની કચેરી, છોટાઉદેપુરના સંયુકત ઉપક્રમે જીલ્લા કક્ષાની નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધાનું આયોજન થનારું છે.
આ સ્પર્ધા મુખ્ય ત્રણ કેટેગરી યોજાશે ૧.પ્રાચીન ગરબા, ૨.અર્વાચીન ગરબા અને ૩.રાસ, આ સ્પર્ધામાં ભાગ લેવા માંગતી શાળાઓ/સંસ્થાઓએ પોતાની એન્ટ્રી તા.૧૫ સપ્ટે. સુધીમાં છોટા ઉદેપુર જીલ્લા સેવા સદનમાં આવેલી જીલ્લા રમત-ગમત અધિકારીશ્રીની કચેરીમાં પહોચતી કરવાની રહેશે. ૧૪ થી ૩૫ વર્ષની વયજૂથમાં યોજાનારી આ સ્પર્ધામાં કોઈ પણ સંસ્થા કે શાળા, કોલેજ પોતાના સ્પર્ધકો મોકલી શકશે. વધુ વિગત માટે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, છોટાઉદેપુરનો રૂબરૂ સંપર્ક કરવા જિલ્લા યુવા વિકાસ અધિકારી, છોટાઉદેપુર તરફથી જણાવાયું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
