Gujarat

જીલ્લા કક્ષાના પોલીસ ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૧૫ સપ્ટેમ્બરના રોજ યોજાશે.

છોટાઉદેપુર જીલ્લાના પ્રજાજનો પોલીસને લગતા પ્રશ્નોના નિવારણ માટે તા.૧૫ સપ્ટે.ના રોજ સવારે ૧૧ કલાકે પોલીસ અધિક્ષકશ્રીની કચેરી ખાતે ફરિયાદ નિવારણ કાર્યક્રમ રાખવામાં આવેલો છે.
 આ માટે કોઈની વ્યક્તિગત ફરિયાદો કે જેનો લાંબા સમયથી સંતોષકારક નિકાલ આવતો ન હોય તેવી ફરિયાદો તા.૦૯ સપ્ટે. સુધીમાં નિયત અરજી પત્રકમાં બે નકલમાં રજુ કરવાનું રહેશે. એક અરજીમાં એક જ પ્રશ્નની રજૂઆત કરવાની રહેશે. અન્ય પ્રશ્ન માટે અલાયદી અરજી કરવાની રહેશે. પોલીસ ખાતાને લગતી ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદારે સૌપ્રથમ પોલીસ ખાતાને અરજી કરેલ હોય અને તેના પર કોઈ કાર્યવાહી ન થવા પામી હોય અથવા જે તે પોલીસ સ્ટેશનના અધિકારી દ્વારા કોઈ પ્રત્યુતર ન મળેલ હોય તેવી અરજીઓ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે.  જે તે પોલીસ સ્ટેશનમાં અરજી પડતર હોય તે અરજીની નકલ આ અરજી સાથે જોડવાની રહેશે. જીલ્લા કક્ષાએ નિર્ણય કરી શકાય તેવા જ પ્રશ્નો રજુ કરવાના રહેશે. અરજી ઉપર “પોલીસને લગતા જીલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ” સ્પષ્ટ રીતે લખવુ. ફરિયાદ નિવારણ કાર્યક્રમના દિવસે જે તે પોલીસ સ્ટેશનના અધિકારીઓ પણ સ્થળ પર હાજર રહેશે. અરજદારે પણ તે જ દિવસે સવારના ૧૧ વાગ્યે દર્શાવેલ સ્થળ પર પોતાના પ્રશ્નો અંગેનો આધાર પુરાવા સહીત હાજર રહેવાનું રહેશે એમ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા તરફથી જણાવાયું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *