શ્રી અશોકકુમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ ભાવનગર નાઓએ રેન્જના જીલ્લાઓમાં નાસતા ફરતા આરોપીઓ/ફરાર કેદીઓ પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે શ્રી હિમકર સિંહ સાહેબ પોલીસ અધિક્ષક, અમરેલી નાઓ દ્વારા રાજયા જીલ્લાના નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી પેરોલ ફર્લો તથા વચગાળાના જામીન રજા પરથી ફરાર કેદીઓને પકડવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે શ્રી પી.બી.લક્કડ સાહેબ પો.સબ.ઇન્સ. પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી નાઓની ટીમ દ્વારા લાઠી પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૩૪૨૨૦૨૩૦/૨૦૨૨ IPC ક.૩૬૩,૩૬૬,૩૭૬(૨)(એન),૧૧૪ તથા પોકસો એકટ ક.૪,૬,૮,૧૭,૧૮ મુજબના કામે સગીરવયની બાળાના અપહરણના ગુન્હામાં મદદગારી કરી નાસતા ફરતા આરોપીઓને ધારી, હિમખીમડીપરા પાસેથી તા.૦૯/૦૬/૨૦૨૨ ના રોજ ચોક્કસ બાતમી આધારે પકડી પાડેલ.
*પકડાયેલ કેદી*
(૧) રમેશભાઇ ઘુસાભાઇ ઇટોળીયા ઉ.વ.૪૦ ધંધો-મજુરી રહે.ધારી, હિમખીમડીપરા તા.ધારી જી.અમરેલી
(૨) ગીતાબેન વા/ઓ રમેશભાઇ ઘુસાભાઇ ઇટોળીયા ઉ.વ.૩૩ ધંધો-ઘરકામ મજુરી રહે.ધારી, હિમખીમડીપરા તા.ધારી જી.અમરેલી
*ગુન્હાની વિગતઃ*
લાઠી પોલીસ સ્ટેશનમાં સગીરવયની બાળાના અપહરણના ગુન્હામાં ફરીયાદીની દિકરીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી લઇ જનાર હરેશભાઇ બાબુભાઇ મોરવાડીયા રહે.લાઠી જી.અમરેલી વાળાની મદદગારી કરી ગુન્હો કરેલ છે.
આ કામગીરીમાં શ્રી પી.બી.લક્કડ પો.સ.ઇ પેરોલ ફર્લો સ્કવોર્ડ તથા એ.એસ.આઇ. શ્યામકુમાર બગડા તથા હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલા તથા પો.કોન્સ. જીજ્ઞેશભાઇ પોપટાણી, પો.કોન્સ. નરેશભાઇ લીંબડીયા, પો.કોન્સ. દેવાયતભાઇ ભેડા, પો.કોન્સ. ફારૂકભાઇ પઠાણ નાઓ એ રીતેના પોલીસ જોડાયેલ હતા.
રિપોર્ટ બાય ભાવેશ વાઘેલા


