Gujarat

સરકારી બંધ ગાડીમાં ડીઝલ પુરાવ્યાના બિલો મુુકી કૌભાંડ આચર્યાનું સામે આવ્યું

પાલનપુર
લોકો પૈસા મેળવવા કેટલા શોર્ટકટ અપનાવે છે તો કેટલાક લોકો અવનવા રસ્તાઓ દ્વારા પૈસા કમાવે છે ત્યારે પાલનપુર તાલુકા પંચાયત પ્રમુખએ બંધ ગાડીમાં ડીઝલ પુરાવી ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો ભાજપના નેતાઓએ આક્ષેપ કરતા પંચાયત વર્તુળમાં હડકંપ મચી ગયો છે. કૌભાંડ સામે આવતાજ ડીડીઓએ પ્રમુખની ગાડીને પોતાના હસ્તક લઈ જિલ્લા પંચાયત કચેરીના પાર્કિગમાં લાવીને મુકાવી દીધી છે.ગુરુવારે ડીડીઓએ પ્રમુખને ખુલાસો આપવા બોલાવતા તાલુકા પંચાયત વર્તુળમાં હડકંપ વ્યાપી ગયો છે. તાલુકા પંચાયતના સદસ્ય જયેશ ચૌધરીએ થોડા દિવસો પૂર્વે પાલનપુર તાલુકા પંચાયત પ્રમુખની ગાડી અંગેની તાલુકા વિકાસ અધિકારી પાસે માહિતી માગી હતી પરંતુ માહિતી થી સંતોષ ન થતા તાલુકા ભાજપના લાલજી પ્રજાપતિ સહિતના આગેવાનોએ સમગ્ર મામલા અંગે ડીડીઓનું ધ્યાન દોરતા અરજી આધારે તપાસ કરતા ચોંકાવનારા તથ્યો સામે આવ્યા હતા અને જેને લઇ જિલ્લા વિકાસ અધિકારીએ નારાજગી વ્યક્ત કરી તાલુકા પંચાયત પ્રમુખ સંગીતાબેન મિલનભાઈ ડાકાને કારણદર્શક નોટિસ પાઠવી હતી. જિલ્લા વિકાસ અધિકારીએ પાઠવેલી નોટિસમાં પ્રમુખના હસ્તકનું વાહન જીજે ૮ જી ૧૩૧૧ માર્શલ રોયલ વાહન ફાળવાયેલ જેમાં ગાડી પોતાની માલિકીમાં રાખવા,ડીઝલ પુરાવા સંબંધિત,રિપેરિંગ ખર્ચ વગેરે બાબતોમાં નાણાંકીય ગેરરિતીઓ સામે આવી છે. ઉપરાંત વીમા કવચ રીન્યુ ન કરવા સહિતની ક્ષતિઓને લઈ જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે એ નારાજગી વ્યક્ત કરી સાત જુલાઈએ હાજર રહેવા જણાવાયું છે. ઉપરાંત તાલુકા વિકાસ અધિકારીને સમગ્ર પ્રકરણના સાધનિક પુરાવા સાથે હાજર રહેવા તાકીદ કરી છે.બીજી તરફ પ્રમુખના પતિ મિલનડાકાએ જણાવ્યું હતું કે ” આ રાજકીય અને ટેકનિકલ બાબત છે. પ્રમુખને જે હકો ભોગવવાના થાય છે એ નિયમો મુજબ ખર્ચ કર્યો છે.

File-02-Page-32.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *