સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગૌપાલકે અનોખી રીતે રજૂઆત કરી હતી. આ વિરોધ પ્રદર્શન જાેવા લોકોના ટોળેટોળાં કલેક્ટર કચેરીએ એકઠાં થયાં હતાં. નોંધનીય છે કે ગૌપાલકને વધુ સરકારી કાવાદાવા વિશે જાણ ન હોવાથી તેમણે કચેરીમાં જવાનું ટાળ્યું હતું અને બહાર ઉભેલા લોકોને રજૂઆત કરી હતી.સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક ગૌપાલકે અનોખી રીતે રજૂઆત કરી હતી. જેમાં તેમણે પોતાની હડકાયું શ્વાન કરડેલી વાછરડીને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે લાવી ઉગ્ર વિરોધ કર્યો હતો. પોતાની વાછરડીને હડકાયું શ્વાન કરડ્યા બાદ સરકારી હોસ્પિટલમાં પશુ હડકવા વિરોધી રસી ન મળતા રોષે ભરાતાં તેમણે આ રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું.


