Gujarat

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે ભાજપ શહેર મંડલ તથા તાલુકા મંડલ ની બેઠક યોજાઇ

– કેન્દ્રીય કૃષિ મંત્રી કૈલાસ રામ ચૌધરી ની અધ્યક્ષતામા બેઠક યોજાઇ
– મંત્રી , સાસંદ , પૂર્વ ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા
– વિધાનસભા ની ચુંટણી અનુસંધાને બેઠક યોજાઇ
– પ્રાંતિજ તથા તાલુકા ના ભાજપ કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા
પ્રાંતિજ તા.૨૧|૧૦|૨૦૨૨
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ભાજપ શહેર મંડલ તથા તાલુકા મંડલ ની બેઠક યોજાઇ જેમા કેન્દ્રીય કૃષિ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા

પ્રાંતિજ ભાંખરીયા બસસ્ટેશન ખાતે આવેલ શ્રી મહાકાલી મંદિર ખાતે યોજાનાર વિધાનસભાની ચુંટણી અનુસંધાને કેન્દ્રીય મંત્રી કૈલાસ રામ ચૌધરી ની ઉપસ્થિત માં ભાજપ શહેર મંડલ તથા તાલુકા મંડલ ની બેઠક યોજાઇ હતી જેમા પ્રાંતિજ તથા તાલુકા માંથી ભાજપ  પદાધિકારીઓ કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તો યોજાનાર વિધાનસભા ની ચુંટણી સંદર્ભે કેન્દ્રીય કૃષિ મંત્રીએ કાર્યકરો આગેવાનો ને જણાવ્યુ કે  ઉમેદવાર કોઇ પણ હોય પણ કમળ સામે જોઈ ને કમળ ને જીત અપાવવા તથા હરએક કાર્યકર પોતે જ ઉમેદવાર છે તેમ સમજી આજથીજ પોતે કામ કરવુ જોઈએ અને ચૂંટણીલક્ષી ચર્ચાઓ થઈ હતી તો આ પ્રસંગે પ્રાંતિજ તલોદ ના ધારાસભ્ય તથા મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર , સાસંદ દિપસિંહ રાઠોડ , પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા , શહેર પ્રમુખ નિત્યાનંદભાઇ , તાલુકા પ્રમુખ બળવંતભાઈ પટેલ , નગરપાલિકા પ્રમુખ દિપકભાઇ કડીયા સહિત ભાજપ કાર્યકરો આગેવાનો પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
ફોટા મોકલેલ છે

2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *