સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા તાલુકાના મિતિયાળા પ્રાથમિક શાળાના ધોરણ- ૧ થી ૧૦ ના વિધાર્થી બાળકો માટે ઉનાળાના તડકામાં ઠંડા પાણીનું વોટર કુલર સ્વ. ભીખુભાઈ બી. રાદડીયા લીખાળાવાળા હસ્તે અતુલભાઈ હાલ યુએસએ તરફથી અર્પણ કરવામાં આવ્યું હતું આ તકે અમરેલી જીલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલભાઈ દુધાતની ઉપસ્થિતમાં અમરેલી જીલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ અશોકભાઈ જોષી, નિવૃત ફોજી અતુલભાઈ જાનીના હસ્તે ઠંડા પાણીનું વોટર કુલરનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું આ તકે શાળાના વિધાર્થી અને સ્ટાફ દ્વારા દીપ પ્રાગટય, સમૂહ પ્રાર્થના, મહેમાનોનું પુષ્પગુચ્છ, શાળાની પ્રગતિ તથા અહેવાલ, વિશિષ્ટ વિધાર્થીઓનું સન્માન, સાંસ્કૃતિક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી હતી આ તકે સતીષભાઈ માટલીયા પૂર્વ સિન્ડિકેટ સભ્ય સૌરાષ્ટ્ર યુની. ગુણવંતીબેન માટલીયા, પૂર્વ નિયામક નૂતન કેળવણી મંડળ, દાતા અને ગૌસેવક જયેશભાઈ માટલીયા મુંબઈ, અમરેલી જીલ્લા હોમગાર્ડ સ્ટાફ ઓફિસર અમીતગીરી ગોસ્વામી, સાવરકુંડલા શહેર અગ્રણી રાજુભાઈ બોરીસાગર, અનુભાઈ લલીયા, અશરફભાઈ મકવાણા, મિતિયાળા ગામના સરપંચ તથા સભ્યો, smc કમિટીના પ્રમુખ સભ્યો, તાલુકા પંચાયતના સભ્ય વગેરે અગ્રણીઓ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા


