Gujarat

સાવરકુંડલા નગરપાલિકાના ઈલેકટ્રીક જાહેર સ્ટ્રીટ લાઈટ વિભાગમાં ફરજ બજાવતા મિલનસાર વ્યક્તિત્વ ધરાવતાં પરેશભાઈ જોષીનો કાર્યકાળ પૂરો થતાં સહ કર્મચારીએ શાલ ઓઢાડી સન્માન કરી વિદાય આપી.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)

———————————————————————
સાવરકુંડલા નગરપાલિકાના ઈલેકટ્રીક વિભાગમાં ફરજ બજાવતા પરેશભાઈ જોષીનો કાર્યકાળ પૂર્ણ થતાં પોતાના સહ કર્મચારીએ દ્વારા ભાવભરી વિદાય આપી અને આગળના જીવનની તંદુરસ્તી અને સુખસમૃદ્ધિ અંગે શુભેચ્છાઓ પણ પાઠવી હતી. આમ તો પરેશભાઈ એટલે પોતાને સોંપેલી ફરજ ખૂબ નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરનાર એક સરળ સાલસ અને મિલનસાર વ્યક્તિત્વ. ખાસ કરીને તોકતે વાવાઝોડામાં એમણે બજાવેલી કામગીરી કાબિલેતારીફ હતી તેવું લોકો પણ કહે છે. માત્ર ટૂંકા સમયમાં સમગ્ર શહેરને એવી વિપરીત પરિસ્થિતિમાં પણ સ્ટ્રીટ લાઈટથી ઝળહળતું કરી દીધું હતું. આમ પણ કદાચ કોઈ સાવરકુંડલાનો નાગરિક પણ તેને જાહેર સ્ટ્રીટ લાઈટ વિશે ખાલી ટેલીફોનીક સંપર્ક કરે તો પણ તેની ફરિયાદને ધ્યાને લઈને શક્ય તેટલી ત્વરિત એના સમસ્યાનું નિરાકરણ કરતાં પણ જોવા મળેલ. આવા કર્મઠ અને સંનિષ્ઠ કર્મચારી સેવા નિવૃત્ત થવાથી સાવરકુંડલા નગરપાલિકા અને સાવરકુંડલા શહેરને એક મોટી ખોટ પડી ગણાય તેમ અવશ્ય કહી શકાય. જો કે સરકારી નિયમ મુજબ સેવા નિવૃત્તિ હોય એટલે બીજું વિશેષ કશું નહીં કહેતા સાવરકુંડલા નગરપાલિકા જો આવા સંનિષ્ઠ કર્મચારીઓની માનદ સેવા આધારે મદદ લે તો હજુ પણ સાવરકુંડલા શહેરને આવા કર્મચારીઓનો લાભ મળી શકે. જો કે આવો નિર્ણય તો નગરપાલિકાના પ્રાવધાન પર નિર્ભર હોય છે. ખૈર પરેશભાઈ તેમના જીવન સુખપૂર્વક વ્યતીત કરે એવી સહ કર્મચારીએ શુભેચ્છા પાઠવી હતી. આમ ખૂબ ઉષ્માપૂર્ણ સાદગીપૂર્ણરીતે તેમના સહ કર્મચારીએ પરેશભાઈને શાલ ઓઢાડી સન્માન કરી વિદાય આપી..

IMG-20220630-WA0066.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *