Gujarat

સાવરકુંડલા વીજ કચેરીએ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે ૮ ગામના ખેડુતોને લઈ ધરણા યોજ્યા

અમરેલી
અમરેલી જિલ્લાના સાવરકુડલાના ગામોના ખેડૂતોને દિવસે વીજળી મળતી ના હોવાના કારણે રાત્રિના સમયે ખેતરોમાં જવું પડે છે. રાત્રે વીજળી મળતી હોવાના કારણે જંગલી પ્રાણીઓના હુમલાનો ભય સતાવતો રહે છે. તો બીજી તરફ બંધ મીટરમાં જ કેટલાક ખેડૂતોને બીલ આવતું હોવાની પણ રજૂઆત કરવામાં આવી હતી. ખેડૂતોએ પીજીવીસીએલની દીવાકર યોજના લાગુ કરવાની પણ માગ કરી હતી. ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ ને પણ ટેલીફોનિક રજુઆત કરી ખેડૂતોની વ્યથા જણાવી હતી. આવતા દિવસોમાં યોગ્ય નહિ થાય તો ખેડુતો વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચારી દીધી છે.અમરેલી જિલ્લામાં આવેલ સાવરકુંડલા કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા ૮ જેટલા અલગ અલગ ગામડાના ખેડૂતો સાથે પીજીવીસીએલ કચેરીનો ઘેરાવ કર્યો હતો. ખેડૂતો અને ધારાસભ્ય વીજ કચેરીમાં ધરણા પર બેસી જતા વીજકર્મીઓમાં દોડધામ મચી હતી. ખેડૂતોએ પોતાના પડતર વીજ પ્રશ્નોને લઈ રોષ વ્યકત કર્યો હતો. જાે કે, વિરોધ પ્રદર્શન સમયે ધારાસભ્ય અને ખેડૂતો કોવિડ ગાઈડલાઈન્સનું પાલન કરવાનું ભૂલ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *