સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ વોર્ડ નંબર પાંચનાં ગોપાલક સોસાયટીમાં જોધાભાઈના ઘરથી ભૂપતભાઈ કળોતરાના ઘર સુધીનો જાહેર રસ્તો આર સી સી રોડથી મઢાશે. સાવરકુંડલા નગરપાલિકા દ્વારા મંજૂર કરવામાં આવેલ આ રોડનુ કામ આ વિસ્તારના નગરપાલિકા સદસ્ય કેશવભાઈ બગડા અને સદસ્ય પતિ કરસનભાઇ આલ ખડેપગે ઉભા રહેતા આ રસ્તાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ રોડ ખુદ નગરપાલિકા પતિ સદસ્ય કરશનભાઈ આલના ઘર પાસેથી પસાર થાય છે. આ રોડ બાબતે આ વિસ્તારના નગરપાલિકા સદસ્ય કેશવભાઈ બગડા અને સદસ્ય પતિ કરસનભાઇ આલ જણાવ્યું હતું કે આ રસ્તો ગુણવત્તાવાળો બને તે માટે તેઓ સતત સતર્ક રહે છે.
Attachments area

