Gujarat

સાવરકુંડલા શહેરમા આવેલ નૂતન કેળવણી મંડળ સાવરકુંડલા સંચાલિત શ્રીમતી વી.ડી.ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં સ્વ. શ્રી ધીરુભાઈ ઘેલાણીની પુણ્યતિથિ નિમિત્તે શ્રધ્ધાસુમન અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
શ્રીમતી વીડી ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ, સાવરકુંડલામાં સ્વ.શ્રી ધીરુભાઈ ઘેલાણીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો.
શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત ,શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં  તા.૨/૯/૨૦૨૨ના રોજ સ્વ. શ્રી ધીરુભાઈ ઘેલાણીને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો, જેમાં પ્રા.કે. બી પટેલે શ્રી ધીરુભાઈ સાથેના સંસ્મરણો રજૂ કર્યા તથા ઇન્ચાર્જ પ્રિન્સિપાલ શ્રી ચાવડા સાહેબે સ્વર્ગસ્થ ધીરુભાઈ ને શ્રદ્ધાસુમન અર્પણ કરી અને તેમના ગુણોને જીવનમાં અપનાવવાનો અનુરોધ વિદ્યાર્થીનીઓને કર્યો. સભા સંચાલન પ્રા. ડો. પ્રતિમાબેન શુકલે કર્યું. કાર્યક્રમને સફળ બનાવવામાં સમગ્ર સ્ટાફનો સહયોગ રહ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *