Gujarat

સાવરકુંડલા શહેરમાં ઉનાળાના પ્રારંભે લોકોની સુવિધા માટે સાવરકુંડલા દેવળા ગેઈટ ખાતે આવેલ એરો ગેસ ઓફિસ દ્વારા ઓફિસની બહાર છાયડાની વ્યવસ્થા અને ઠંડા પાણીની વ્યવસ્થા કરતાં ગેસધારકોએ રાહતનો શ્વાસ લીધો. અઠવાડિયા પહેલાં આ અંગે અખબારી અહેવાલ વર્તમાન પત્રોમાં રજૂ થયા બાદ વ્યવસ્થામાં સુધારો થયો.

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
આજે શનિવારે છે ગયા શનિવારે સાવરકુંડલા એરો ગેસ એજન્સીની ઓફિસે છાયડો ન હતો પરંતુ ગયા સોમવારથી ઉનાળાને લક્ષમાં રાખીને સાવરકુંડલા એરો ગેસ ઓફિસ પાસે એલ.પી.જી.ગેસ રીફીલ બોટલ  બુકિંગ કરાવવા આવતાં ગ્રાહકો માટે આ કાળઝાળ ગરમીમાં તૃષા છપાવવા માટે ઠંડા પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. અને અહીં ઘરેલું ગેસ રિફિલ બોટલ બુકિંગ માટે આવતાં ગ્રાહકોની સુવિધા માટે છાયડાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આમ એરો ગેસ સાવરકુંડલાની ઓફિસ કે જે દેવાના ઝાંપે આવેલી છે ત્યાં લોકોને બુકિંગ કરવા આવતા ઓછી મુશ્કેલીનો સામનો કરવો પડે એવુ વલણ ગેસ એજન્સી દ્વારા લેવાતાં અહીં ગેસ રિફિલ માટે આવતાં ગેસધારકોએ  રાહતનો શ્વાસ લીધો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *