Gujarat

સાવરકુંડલા શહેરમાં ખોડલધામ મંદિર કાગવડ ના સ્વપ્નદ્રષ્ટા તેમજ ખોડલધામના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલ ના ૫૭ મા જન્મદિવસની ખોડલધામ સમિતિ સાવરકુંડલા, લાયન્સ ક્લબ ઓફ સાવરકુંડલા, યોગેશ્વર ડાયમંડ, એચડીએફસી બેંક તથા ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી સાવરકુંડલા દ્વારા મહારક્તદાન કેમ્પનું થયેલ ભવ્ય આયોજન…

સાવરકુંડલા.
(બિપીન પાંધી દ્વારા)
આમ તો જન્મદિવસની ઉજવણી સામાન્ય રીતે મિત્રો અને સ્નેહીજનો સાથે કેક કાપીને કરવામાં આવતી હોય છે. પણ આજે જન્મદિવસની ઉજવણી વિશિષ્ટ રીતે કરવામાં આવેલ. હા, આજે સાવરકુંડલા શહેરમા નેસડી રોડ પર આવેલા યોગેશ્વર ડાયમંડ સંકુલમાં ખોડલધામ મંદિર કાગવડ તેમજ ખોડલધામના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલના  જન્મદિવસ નિમિત્તે ખોડલધામ સમિતિ સાવરકુંડલા, લાયન્સ ક્લબ ઓફ સાવરકુંડલા, યોગેશ્વર ડાયમંડ, એચડીએફસી બેંક, તથા ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલાના સંયુક્ત ઉપક્રમે ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ. આ કેમ્પમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરેલ. જેમાં કુલ  ૧૩૧ બોટલ રક્તદાન કરી રક્તદાતાઓએ નરેશભાઈ પટેલને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સાવરકુંડલા લાયન્સ કલબના પ્રેસિડેન્ટ કરશનભાઈ ડોબરીયા, દેવચંદભાઈ કપોપરા, દિપકભાઈ બોઘરા, કમલ શેલાર તથા તમામ લાયન્સ ક્લબના મેમ્બર તથા ખોડલધામ સમિતિ સાવરકુંડલા દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

IMG-20220711-WA0019.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *