સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
—————————————————————–સાવરકુંડલા શહેરી વિસ્તારમાં વોર્ડ નંબર ૬ ના જાગૃત નગરપાલિકા કોર્પોરેટર ધર્મેન્દ્ર મહેતા અને લાલાભાઇ ગોહિલ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં યુ. ડી. પી. -૮૮ સને ૨૦૨૦/૨૧ તથા ૨૦૨૧/૨૨ ના વર્ષ ની ગ્રાન્ટ માથી રૂ. ૬૫૫૩૫૦૦/- ના સી. સી. રોડના કામો મંજુર કરાવેલ જેના ટેન્ડર પણ ખુલ્લી ગયા અને કોન્ટ્રાક્ટરને. વર્ક ઓર્ડર પણ આપી દીધો છે આ અંગે કોર્પોરેટર ધર્મેન્દ્ર મહેતા અને લાલાભાઇ ગોહિલની યાદીમાં જણાવ્યા મુજબ વોર્ડ નંબર ૬ ના (૧) ઇન્દિરા વસાહત – માલધારી ચોક પાસે થી ફેન્ડ સોસાયટી મેઈન રોડ પાસે બાલાહનુમાનથી કનુભાઇ કોળીના ઘર સુધી (૨) યોગેશ્વર સોસાયટી મેઇન રોડ ગોકુળભાઇ મેવાડા ના ઘર પાસેથી રવજીભાઇ કુંભારના ઘર સુધી (૩) વિધુતનગર નરેશભાઇ દેવીપૂજકના ઘર પાસેથી કિશોરભાઇ દેવીપૂજક ના ઘર સુધી (૪) ગાયત્રી સોસાયટીની સામે જગુભાઇ કોળીના ઘર પાસેથી કાળુભાઇ મોઢવાડિયાના ઘર સુધી
(૫) યોગેશ્વર સોસાયટી ઘનશ્યામભાઇ દેવમોરારીના ઘર પાસેથી દેવાભાઇ રાઠોડ ના ઘર સુધી (૬) યોગેશ્વર સોસાયટી કાળુભાઇ ભરવાડ ના ઘર વાળી શેરી (૭) ફેન્ડ સોસાયટી મેઈન રોડ બ્રિડ કિલન પાસે સંજયભાઇ આંબલીયા ના ઘર પાસે થી ગોકુળભાઇ મેરના ઘર સુધી (૮) બીડીકામદાર સોસાયટી પંપ હાઉસ પાસે દાદભાઇ ડીશ વાળા ના ઘર વાળી શેરી (૯) બીડીકામદાર સોસાયટી પંપ હાઉસ પાસે નગમાબેનના ઘર પાસેથી હસનભાઇ ઝાખરાના ઘર સુધી (૧૦) યોગેશ્વર સોસાયટી તુષારભાઇ મંત્રીના ઘર પાસેથી સોના માં ના ઘર સુધી (૧૧) યોગેશ્વર સોસાયટી અતુલભાઇ ભરવાડના ઘર પાસેથી ધનજીભાઇ કુંભાર ના ઘર સુધી (૧૨) અંબિકા સોસાયટી સામે મનસુખભાઇ સાથળા ના ઘર પાસેથી કનુભાઇ ખાખરીયાના ઘર સુધી (૧૩) અંબિકા સોસાયટી શુકલદાદાના ઘર પાસેથી મનસુરભાઇ રબારીના ઘર સુધી (૧૪) વિધુતનગર સામેની વસાહત કાળુભાઇ સોલંકીના ઘર પાસેથી રવિભાઇ તેરૈયાના ઘર સુધી (૧૫) વિધુતનગર સામેની વસાહત મનસુખભાઇ બોરીસાગરના ઘર પાસેથી ભાણાભાઇ પંચર વાળા ના ઘર સુધી (૧૬) વિધુતનગર સામેની વસાહત ગોકુળભાઇ રાઠોડના ઘર પાસેથી કિશોરભાઇ ભાલીયાના ઘર સુધી (૧૭) વિધુતનગર સામેની વસાહત કટુભાઇ ભાલીયાના ઘરથી ધીરુભાઇ લાલકીયાના ઘર સુધી (૧૮) વિધુતનગર સામેની વસાહત ઘુંઘાભાઇ રબારીના ઘર પાસેથી વસ્તાભાઇ રબારીના ઘર સુધી કામો મંજુર થતા વિસ્તારના લોકોમાં હર્ષની લાગણી પ્રસરી છે જેથી અમરેલીના સાંસદશ્રી નારણભાઇ કાછડીયા તેમજ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી તૃપ્તિબેન દોશી, ઉપપ્રમુખ શ્રી જયસુખભાઇ નાકરાણી, ચિફ ઓફીસર શ્રી મુનીયા સાહેબનો વિસ્તારના લોકો વતી નગરપાલિકા કોર્પોરેટર ધર્મેન્દ્ર મહેતા અને લાલાભાઇ ગોહિલે આભાર વ્યક્ત કર્યો હતો વધુમાં કોર્પોરેટર શ્રી ધર્મેન્દ્ર મહેતા અને લાલાભાઇ ગોહિલે જણાવ્યું છે કે વોર્ડ નંબર ૬ ના મંજુર થયેલા ઉપરોકત વિસ્તારના ઝડપથી કામો ચાલુ કરવા નગરપાલિકા પ્રમુખશ્રી તેમજ ચિફ ઓફીસરશ્રીને જણાવ્યું છે

