અમરેલી
અમરેલી જિલ્લામાં આવેલ સાવરકુંડલા તાલુકામાં ૬૬ કેવી ફીડર નીચે કરજળા, સીમરણ,જીરા,ઓળીયા,ચરખડીયા,સહીત ૫ થી વધુ ગામડા આવી રહ્યા છે .અહીં રાત્રીના ૧૧ વાગે વીજળી આપવાના બદલે રાત્રીના ૨ વાગ્યા માત્ર અડધી કલાક વીજળી આપતા હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો. વીજળી બંધ કરતા હોવાને કારણે ખેડૂતો આક્રમણ મૂડમાં આજે આવ્યા હતા અને વીજ કચેરીએ હલ્લાબોલ કરી કચેરીની અંદર થોડીવાર ધરણા શરૂ કરી દીધા હતા. વીજ અધિકારી ખેડૂતો સમક્ષ નહિ આવતા ખેડૂતો દ્વારા અહીં થોડીવાર માટે તાળાબંધી કરી દેવાય હતી જેના કારણે વીજતંત્રના અધિકારીઓમાં દોડધામ મચી હતી અને પોલીસ તંત્રને જાણ કરી હતી. જેના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોની પોલીસ દ્વારા પૂછપરછ પણ શરૂ કરી હોવાનુ જાણવા મળી રહ્યું છે. અમારા ૭ જેટલા ગામડાઓ આ ૬૬ કેવી ફીડર નીચે આવે છે. જ્યારે વીજળી આપવાનો સમય હોય છે તે સમયે વીજળી આપતા નથી અને અનિયમિત આપે છે. જ્યારે કોઈ અન્ય સમયે ૨૦ મીનિટ આપે અને બંધ કરી દે છે. અત્યારે ખેડૂતોને ઘઉં,બાજરી નું વાવેતર છે તેને છેલ્લું પાણ છે એટલે તેને પાણી ન મળે તો બળી જાય જેથી અમારો પાક નિષફળ જાય. પીજીવીસીએલના એક પણ અધિકારી અમને પાવર આપતા નથી અને રજુઆત કરીએ તો કે મેન્ટેનન્સ ને આવા બધા બાના આપે છે અહીંયા કોઈ આવતું ન હતું જેથી અમે તાળા બંધી કરી દીધી હતી.અમરેલી જિલ્લામાં હાલ આકરો તાપ પડવાની શરૂઆત થઈ ચૂકી છે. તો બીજી તરફ સાવરકુંડલા તાલુકાના કેટલાક ગામડાઓમાં વીજ ધાંધિયાઓ યથાવત રહેતા ખેડૂતો અને સરપંચોએ વીજ કચેરીને તાળાબંધી કરી રોષ ઠાલવ્યો હતો.
