Gujarat

સી.બી.એસ.ઇ. ધો.-૧૦ તથા ૧૨ની પરીક્ષા કેન્દ્રોના ૧૦૦ મીટર વિસ્તારના કોપીયર મશીન ધારકો માટે પ્રતિબંધાત્મક હુકમો જાહેર કરાયા

તા.૧૫-૦૬-૨૦૨૨ સુધી સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એઝ્યુકેશન દ્વારા ધોરણ-૧૦ તથા ધોરણ-૧૨ની પરીક્ષા યોજાનાર છે. આ પરીક્ષા શાંતિથી લેવાય તથા પરીક્ષા દરમિયાન ચોરીના દૂષણને અટકાવવાના હેતુથી પરીક્ષાના તમામ કેન્દ્રોની આજુબાજુના ૧૦૦ મીટરના વિસ્તારની હદમાં કોપીયર મશીન દ્વારા કોપીનો વ્યવસાય કરતાં ધંધાર્થીઓ તથા અંગત ઉપયોગ માટે વપરાશ કરતા (સરકારી/અર્ધસરકારી કે જાહેર સાહસો સિવાયના) કોપીયર મશીન ધારકોને તા.૧૬-૦૬-૨૦૨૨ સુધી સવારના ૧૦:૦૦ કલાકથી ૧૩:૩૦ કલાક સુધી તેઓના કોપીયર મશીન બંધ રાખવા તેમજ પરીક્ષા કેન્દ્રોમાં કોઇએ મોબાઇલ ફોન, સ્માર્ટ વોચ કે અન્ય અનાધિકૃત સાહિત્ય વિ. સાથે પ્રવેશ કરવા ઉપર જામનગર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી મિતેશ પંડ્યા દ્વારા તેમને મળેલ સતાની રૂઇએ પ્રતિબંધ ફરમાવેલ છે. આ હુકમનો ભંગ કરનાર ભારતના ફોજદારી અધિનિયમ-૧૮૬૦ (૪૫ અધિનિયમ)ની કલમ-૧૮૮ અન્વયે શિક્ષાપાત્ર થશે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *