Gujarat

જામનગર જિલ્લાના ખેડુતોને રાસાયણિક ખાતરની ખરીદી અંગે નાયબ ખેતી નિયામક દ્વારા જરૂરી સૂચનો કરાયા  

જામનગર જિલ્લાના તમામ ખેડુતોને જાણ કરવામા આવે છે કે આગામી ખરીફ-૨૦૨૨ ઋતુ માટે ખાતરની ખરીદીની સીઝન શરૂ થવામાં હોઈ, તો ખેડુત ભાઇઓએ ખાતર ખરીદતી વખતે નીચે મુજબની કાળજી રાખવા નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) જામનગરની યાદી જણાવે છે.

 

જામનગર જિલ્લાના તમામ તાલુકામાં પુરતા પ્રમાણમાં રાસાયણિક ખાતર અલગ-અલગ કંપની દ્વારા પુરૂ પાડવામાં આવે છે તો જિલ્લાના તમામ ખેડુતોને ખરીફ ૨૦૨૨ની સીઝન માટે પાકની જરૂરીયાત તેમજ કૃષિ યુનિવર્સીટીની ભલામણ મુજબ રાસાયણિક ખાતરનો જથ્થો કોઈ પણ બ્રાન્ડ/કંપનીનો આગ્રહ ન રાખતા DAP, SSP, NPK (૧૨-૩૨-૧૬) તથા નાઇટ્રો ફોસ્ફેર (૨૦-૨૦-૦) વગેરે જેવા ફોસ્ફેટીક ખાતરો અત્યારથી લઈ રાખવા તેમજ ખાતરની ખરીદી સરકાર માન્ય ખાતરના પરવાનેદાર વિક્રેતા પાસેથી પાકા બીલ તથા પી.ઓ.એસ. મશીન મારફત જ કરવી તેમજ અન-અધિકૃત વ્યક્તિ (ફેરિયા) પાસેથી ખાતરની ખરીદી ન કરવા જણાવવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *