Gujarat

સુજલામ સુફલામ જળ અભિયાન સહિતના કાર્યક્રમો યોજાશે

મંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર, લતીપુર હાઇવે થી કૃષ્ણપુર  તથા થોરીયાળી રોડનું લોકાર્પણઆવતીકાલ તા.૧૮ માર્ચ શુક્રવાર થી તા.૨૦માર્ચ રવિવારસુધી રાજ્યના કૃષિપશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ જામનગર જિલ્લાના પ્રવાસે છે. જેમાંતેઓ તા.૧૮ના રોજ સવારે ૧૧:૩૦થી ૧૪:૦૦ કલાક સુધી જામનગર સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજશે.જેમાંમંત્રીશ્રી જિલ્લાના લોકોનીમુલાકાત લઇ લોકોના પ્રશ્નોના નિરાકરણ અર્થે રૂબરૂ સંવાદ કરશે.ત્યારબાદ મસીતીયા ખાતે અશ્વ દોડ સ્પર્ધામાં હાજરી આપશે.ત્યારબાદઠેબા, હાપા, સુવરડા, વિજરખી, સપડા, ફાચરીયા, નાનાથાવરીયા અને મીયાત્રા ગામ ખાતે લોકસંપર્ક યોજશે.

તા.૧૯ શનિવારના રોજ મંત્રીશ્રી ૦૮:૦૦ કલાકે લખતર ખાતે જિલ્લા કક્ષાની પશુપાલન શિબિરમાં હાજરી આપશે. ત્યારબાદ ૦૯:૦૦ કલાકે લતીપુર ખાતે લતીપુર હાઇવે થી કૃષ્ણપુર રોડ અને લતીપુર થી થોરીયાળી રોડનું લોકાર્પણ કરશે. ત્યારબાદ ૧૧:૦૦ કલાકે ખીજડીયા ખાતે સુજલામ સુફલામ જળ અભિયાન ૨૦૨૨ અંતર્ગત કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ ૧૨:૦૦ થી ૧૬:૩૦ કલાક સુધી જામનગર સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજશે. ૧૭:૦૦ કલાકે મંત્રીશ્રી સિક્કા ખાતે ભાજપ કાર્યાલયના ઉદઘાટન સમારહોમાં હાજરી આપશે.તા.૨૦ માર્ચ રવિવારના ૦૯:૩૦ કલાકે મોટીખાવડી ખાતે જામનગર જિલ્લા ભાજપ આયોજીત મેડીકલ કેમ્પમાં હાજરી આપશે.

વિરેન્દ્રસિંહ પરમાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *