ગિરગઢડા
ભરત ગંગદેવ..
પ્રાચી તીર્થ… સુત્રાપાડા તાલુકાના મટાણા ગામે ભીખુભાઈ કચરાભાઈ નકુમ તથા નકુમ પરિવાર દ્વારા તારીખ 24/3/22 થી 31/3/22 સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ નું આયોજન કરેલ છે. ભાગવત સપ્તાહ વ્યાસપીઠ ઉપર પરમ પૂજ્ય મહેશ મોરારી બિરાજીને કથાનું રસપાન કરાવશે. આ કાર્યક્રમ રૂપરેખામાં પોથીયાત્રા કથા મહાત્મય તા.24/3/22 ને ગુરૂવાર તથા રામ જન્મ તા.27/3/22 ને રવિવાર તથા કૃષ્ણ જન્મ/નંદોઉત્સવ તા.28/3/22 ને સોમવાર તથા રૂક્ષ્મણી વિવાહ તુલસી વિવાહ તા.30/3/22 ને બુધવાર તથા રાસ ગરબા તા. 25/3/22 ને શુક્રવાર રાત્રે 9:00 કલાકે જેમાં કલાકાર પંકજભાઈ ચૌહાણ તથા નરસિંહભાઇ કામળિયા તથા માયાબેન પ્રજાપતિ અને સાથી અને સાંજીદા ગ્રુપ તથા કાનગોપી રાસ તા.27/3/22 ને રવિવારે રાત્રિના 10 કલાકે તથા ભવ્ય સંતવાણી કાર્યક્રમ તા.30/3/22 ને બુધવાર રાત્રિના 10 કલાકે તેમના કલાકારો મયુરભાઈ દવે તેમજ તેમનું સાંજીદા ગ્રુપ પોતાની મધુર સંગીતવાણીમાં રસપાન કરાવશે.
જેમાં આ કથામાં આશીશર્વચન પાઘેશ્વરી આશ્રમ ના મંહત શ્રી ઉપવાસી કરસનદાસ બાપુ તથા દક્ષ બાપુ આપશે.
ભાગવત સપ્તાહમાં દરરોજ બપોરના શ્રોતાજનો ને મહાપ્રસાદ બપોરે એક થી ત્રણ ની સુધી આપવામાં આવશે. આ ભાગવત કથા નો સમય સવારે 10 થી 2 વાગ્યા સુધી જેમાં આ કાર્યક્રમમાં ભવાની વિડીયો શૂટિંગના માધ્યમથી લાઈવ નિહાળી શકશો. તો દરેક ધર્મપ્રેમી જનતાએ ભાગવત સપ્તાહ નો લાભ લેવા નકુમ પરિવાર દ્વારા અનુરોધ કરાયો છે…


