હાર્દિક કાનાબાર પ્રાચી
પ્રાચી તીર્થ
સુત્રાપાડા તાલુકાના રંગપુર ગામે પ્રાથમિક શાળા ખાતે સ્વ સુદાભાઈ સરમણ ભાઈ ચાવડા ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે એક બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગીર સોમનાથ જિલ્લા ના નિવૃત ફોજી જવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં સુત્રાપાડા મદદગાર ફાઉન્ડેશન ની ટિમ દ્વારા સેવા આપી હતી આ કેમ્પ મા 45 જેટલી બોટલ એકત્રિત થઈ હતી આ કેમ્પ મા જમા થયેલી બલ્ડ ની બોટલો ને જૂનાગઢ લાઈફ લાઇન બ્લડ બેન્ક ખાતે જમા કરાવવા મા આવ્યું હતુ આ કેમ્પ ને સફળ બનાવવા અરજનભાઈ સુદાભાઈ ચાવડા તેમજ ચાવડા પરિવારે જહેમત ઉઠાવી હતી


