Gujarat

સુરત ની ગાંધી ડિગ્રી ઇજેનરી કોલેજ માં “આઝાદી કા અમૃત મહોત્સવ હેકાથોન 2022-23” નું Regional રાઉંડ યોજાશે

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ હેઠળ ગુજરાત નોલેજ સોસાયટી SSIP ગુજરાત દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ હેકાથોન 2022-23 Regional રાઉંડનું આયોજન સુરત ની ડો. એસ એન્ડ એસ એસ ગાંધી સરકારી ઈજનેરી કોલેજ ખાતે તા. ૭મી અને ૮મી ઓક્ટોબર ૨૦૨૨ ના રોજ આયોજન કરવામાં આવશે. ઈજનેરી વિદ્યાર્થીઓની ટીમોએ તેમની સમસ્યાના ઉકેલ માટે સ્પર્ધામાં ડે એન્ડ નાઇટ સતત ૩૬ કલાક ટીમ વર્ક કરી કોમ્પ્લેક્સ ઈજનેરી અને ઔદ્યોગિક પ્રોબ્લેમનું સોલ્યુસન મેળવવા માટે પોજિટિવ અને Constructive ટીમ વર્ક કરી હાર્ડવેર અને સોફ્ટવેર એડિશનમાં કોડિંગ ઉપરાંત કોમ્પોનેંટ પ્રોટોટાઇપ વગેરે બનાવવાનું રહશે. આ પ્રસંગે નવા આઇડિયાના ઇનોવેશન કે પ્રોસેસ પર ભાર મૂક્યો હતો. નોનસ્ટૉપ ૩૬ કલાક ચાલનારી આ ઈવેન્ટ માં કુલ ૮૫ ટીમોના ૪૭૫ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. ઇજનેરી વિદ્યાર્થીઓને નવા ઇનોવેટીવ સોલ્યુશન પ્રોવાઈડ કરવાની તક આ હેકાથોન હેઠળ મળશે. ગુજરાત રાજ્ય સરકાર પ્રેરીત વિદ્યાર્થી કેન્દ્રી ઇનોવેશન ઇકો સીસ્ટમ ઉભી કરવાના હેતુ માટેના સૂચવેલ સિવીલ, ઇલેક્ટ્રોનિક્સ, ઈલેકટ્રીકલ, મિકેનીકલ, કોમ્પ્યુટર, આઈટી, પર્યાવરણ, કેમિકલ એન્જિનિયરીંગ બ્રાન્ચ સંબંધી પ્રોબ્લેમ સોલ્વ કરવાનો એક પ્રકારનો મહાયજ્ઞ છે. આ હેકાથોનના ઉદ્ઘાટન સમારંભ માં મુખ્ય અતિથિ તરીકે Shri Purnesh Modi, (Minister, Transport, Civil Aviation, Tourism and Pilgrimage Development) હાજર રેહશે. સમગ્ર દક્ષિણ ગુજરાતની તમામ ઇજનેરી અને ડિપ્લોમાં સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિધાર્થીઓની ટીમોએ તેઓના સિલેક્ટ કરેલ ઔદ્યોગિક પ્રોબ્લેમના સોલ્યુશન મેળવવા સ્પર્ધામાં ડે એન્ડ નાઈટ સતત 36 કલાક ટીમ વર્ક કરશે. આ પ્રાદેશિક સ્તરની ઈવેન્ટ આયોજિત કરવા સુરત ની ગાંધી સરકારી ડિગ્રી કોલેજની પસંદગી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *