Gujarat

સુરતથી રાધનપુર આવતી એસ.ટી. બસના ડ્રાઇવરે મહિલા મુસાફરની છેડતી કરતા પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવી

પાટણ
ફરી એક વાર પોલીસે સરાહનીય કામગીરી કરી છે, પાટણના સમી એસ.ટી. બસ સ્ટેન્ડે સુરતથી રાધનપુર જતી બસના ડ્રાઇવરની પોલીસે અટકાયત કરી છે. આ ડ્રાઇવરે સુરતથી બસમાં આવતી મહિલા મુસાફરની છેડતી કરી હતી. ડ્રાઇવરે બસ કંડક્ટરને ચલાવવા આપીને મહિલાની છેડતી કરતા મહિલાએ પોલીસને જાણ કરી હતી. મૂળ સમી તાલુકાનાં વાવલ ગામનાં વતની અને સાસરું ધરાવતી અને હાલ તેમનાં સુરતના ડુમ્મસ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી પતિ પાસે રહેતી ૨૨ વર્ષની એક યુવતી તેની જેઠાણીનાં સિમંત પ્રસંગમાં હાજરી આપવા ૧૮ મીએ સુરતથી રાધનપુર જતી એસ.ટી. બસ માં બેસીને પોતાનાં વતન સમીનાં વાવલ ગામે જવા માટે આવી રહી હતી. આ બસ વિરમગામ પહોંચી તે પછી બસનાં ચાલકે પોતે બસ ચલાવવાનાં બદલે બસનાં કંડકટરને બસનું સ્ટિયરીંગ સોંપી દઇને પોતે બસની કંડકટર સીટ ઉપર આવી બેઠો હતો. આ બસમાં મહિલા ઉપરાંત પાંચેક મહિલા અને ૮ પુરુષ મુસાફરો બેઠા હતા. થોડીવાર પછી બસનાં ડ્રાયવરે ઉભા થઇને ઉપરોક્ત યુવતી જે સીટમાં બેઠી હતી તેની આગળની સીટમાં બેઠેલા પુરુષ મુસાફરનું ટી શર્ટ ખેંચ્યું હતું. જેથી આ મુસાફરે તેની સીટ બદલી નાંખી હતી આ બસ શંખેશ્વરથી સમી તરફ આવતી હતી ત્યારે બસ ડ્રાયવરે બદદાનતથી યુવતીનો દુપટ્ટો ખેંચ્યો હતો. જે જાેઇને અન્ય મુસાફરોએ તેને બચાવી હતી. ડ્રાઇવરને સમજાવીને બેસાડી દીધો હતો અને બસનો દરવાજાે બંધ કરી દીધો હતો. આ વખતે આ યુવતિએ હેલ્પલાઇન ‘૧૦૯૧’ પર મદદ માટે પોલીસને ફોન કરતાં તેમણે કહેલું કે, અમને આવતાં હજુ વાર લાગશે તમે પોલીસને જાણ કરવાનું કહેતાં યુવતિએ પોતાનાં પતિને ફોન કરી જાણ કરતાં પતિએ પાટણ જિલ્લા પોલીસ કન્ટ્રોલરૂમને જાણ કરી તેનો ફોન નંબર આપતાં યુવતીએ પોલીસ કંટ્રોલરૂમને જાણ કરી હતી. બાદમાં આ બસ સમી બસ સ્ટેન્ડે પહોંચતા સવારે પાંચ વાગે સમી પોલીસ અહીં આવી પહોંચી હતી ને બસનાં ચાલકને પકડીને લઇ ગઇ હતી. પોલીસે બસના ડ્રાઇવરનું નામ પૂછતાં તેનું નામ મહંમદ રજાક અનવરભાઇ ઘાંચી (રહે. રાધનપુર) હોવાનું જણાવ્યું હતું. આ બનાવ અંગે સમી પોલીસે મહિલા મુસાફરની ફરીયાદનાં આધારે તેની સામે આઇ.પી.સી. ૩૫૪(એ) મુજબ ગુનો નોંધ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *