સુરત
ભેસ્તાન સાંઇ સ્ક્વેર બિલ્ડિંગમાં કેલીજાેબ સર્વિસ નામની કંપનીમાં ઓનલાઇન જાેબ આપવાનું કોલ સેન્ટર ચલાવતા ૨ સગીર સહિત ૭ને પાંડેસરા પોલીસે પકડી પાડયા છે. ઓનલાઇન જાેબ માટે યુવકોને પોર્ટલ પર ડેટા એન્ટ્રીનું કામ આપતા હતા. જેના માટે ઠગ ટોળકી ૫૫૦૦ રૂપિયાનો ચાર્જ લેતી હતી. પોર્ટલના કોઈ રૂપિયા ન આપે તો તેની સામે કાર્યવાહી કરવાની ચીમકી આપી પૈસા પડાવતા હતા. ટોળકીએ અત્યાર સુધીમાં ૯.૫૦ લાખની રકમ પડાવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ટોળકી પહેલા કવીકર અને કલીક ઈન્ડિયા નામની વેબસાઇટ પરથી લોકોના મોબાઇલ નંબરોના ડેટા બેઝ ખરીદી તે નંબરો પર કોલ કરી ડેટા એન્ટ્રીનું કામ ૫ થી ૬ દિવસમાં કરવાથી ૧૫ હજારની રકમ મળશે તેવી લાલચ આપતી હતી. દેશભરમાં હજારો લોકોને ઠગ ભોગ બન્યા છે અને ચીટીંગનો આંકડો લાખો-કરોડો હોવાની આશંકા છે. હાલમાં પાંડેસરા પોલીસે જાતે ફરિયાદી બની છે. જેના આધારે પોલીસે ભાવિક પંચાલ(રહે,પાંડેસરા), તીર્થ પટેલ(૨૪)(રહે,ભીમરાડ), આરતી ચૌધરી (૨૪)(રહે,નાનપુરા), લીઝા નાયક(૨૨)(રહે,પાંડેસરા), શતાબ્દી શાહું(૨૪)(રહે,પાંડેસરા) તેમજ બે ૧૭ વર્ષના સગીરો સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.


