Gujarat

સુરતના સરસાણા ગામમાં ચડ્ડીધારી ગેંગનો આતંક

સુરત
સુરતના સરસાણા વિસ્તારના ગામમાં થયેલી ચોરીને કારણે ચકચાર મચી ગઈ છે. આઠથી દસ ચડ્ડીધારી ગેંગના ઇસમો ચોરી કરીને ફરાર થઈ ગયા હોવાનું સ્પષ્ટ દેખાઈ આવ્યું હતું. સમગ્ર ઘટનાના સીસીટીવી જાેતા ગામ લોકો પણ ભયભીત થઈ ગયા છે. એક-બે નહીં પરંતુ ૮થી ૧૦ તસ્કરોની ટોળકી એક સાથે મોડી રાતે ગામમાં પ્રવેશે છે અને ત્યારબાદ ચોરીની ઘટનાને અંજામ આપીને ફરાર થઈ જાય છે. ઘરમાં જે રીતે ચોરી કરી છે તેનાથી એક વાત સ્પષ્ટ થઈ રહી છે કે ચડ્ડીધારી ગેંગ ખૂબ જ સાતિર છે. અલગ અલગ સાધનો વડે દરવાજા બારીઓ તોડીને ઘરમાં પ્રવેશ કરી લેતા હોય છે અને કોઈને તેની જાણ પણ થતી નથી. સ્થાનિક લોકોનું માનવું છે કે પોલીસ દ્વારા જાે પેટ્રોલિંગ સઘન કરવામાં આવે તો આ પ્રકારની ઘટનાઓ બનતી અટકી શકે છે. ચડ્ડીધારી ગેંગ જેવી જે સક્રિય ટોળકીઓ છે તેમાં ડરનો માહોલ બની રહે.સુરત શહેરમાં ચોરીની ઘટનાઓ અટકવાનું નામ લઇ રહી નથી. જેને કારણે કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં લોકો ડરનો માહોલ જાેવા મળી રહ્યો છે. સરસાણા વિસ્તારમાં ચડ્ડીધારી ગેંગ દ્વારા ઘરમાં ચોરી કરવાની ઘટના સામે આવી છે. જાણે કોઈનો ડર ન હોય તે રીતે તસ્કરો હાથ સાફ કરી રહ્યા છે. આ ગેંગ સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.

File-02-Page-22.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *