Gujarat

સુરતના હજીરામાં દંપતિને અકસ્માત નડ્યો જેમાં પત્નિનું મોત થયું

સુરત
સુરતમાં હજીરા રોડ પર દંપતી સહિત ત્રણ સવારી મોપેડ સ્લીપ થતાં અકસ્માત નડ્યો હતો. મોપેડસવાર દંપતીને અકસ્માત નડતાં મહિલાનું મોત નીપજ્યું હતું. પત્નીના મોતને પગલે પતિના હૈયાફાટ રુદનથી માહોલ ગમગીન થઈ ગયો હતો. તેમના સાળા રાજેશભાઇ કેશવભાઇ પરમાર (ઉ.વ.૩૯) પોતાની મોપેડ (જીજે-૦૫-પીજી-૭૦૯૨) પર બહેન-બનેવીને લઈ રિલાયન્સ કંપનીના ગેટ નંબર-૧થી મોરા ત્રણ રસ્તા તરફ જવાના જાહેર રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. મોરા ત્રણ રસ્તાથી આશરે ૧૦૦ મીટર પહેલાં હજીરા મેઇન રોડ ઉપર મોપેડનું આગળનું વ્હીલ ખાડામાં પડ્યા બાદ ત્રણેય જણા રોડ ઉપર પટકાતા તમામને વધતી-ઓછી ઇજા થઇ હતી. જાેકે આ અકસ્માતમાં મધુબેન પરમારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી. ઇજાગ્રસ્ત સાળા-બનેવીને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવાયા હતા. ઘટનાની જાણ બાદ પોલીસ પણ દોડી આવી હતી. હાલ ઇચ્છાપોર પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. પટેલ તપાસ કરી રહ્યા છે. હું વડોદરાનો રહેવાસી છું. પ્લમ્બરના કામકાજ સાથે સંકળાયેલો છે. સુરત બહેન-બનેવીને મળવા આવ્યો હતો. ક્રિભકોથી મોરાગામ ભાણીને મળવા જઇ રહ્યા હતા. ત્યારે અકસ્માત નડતા બહેનનું કરૂણ મોત નીપજ્યું હતું. બહેન ઘરકામ કરી નિવૃત પતિ સાથે ગુજરાન ચલાવતી હતી. મોપેડસવાર દંપતીના અકસ્માતમાં પત્નીનું મોત થયું હતું. ઘટનાસ્થળે જ પતિના હૈયાફાટ રુદનથી માહોલ ગમગીન થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી. જ્યારે ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતાં એ પણ ઘડનાસ્થળે દોડી આવી હતી. સુરતના સિટીલાઈટ રોડ પર ૮ દિવસ પહેલાં મોર્નિંગ વોક કરતી એક વૃદ્ધાને અજાણી કારે અડફેટે લેતાં તેનું મોત નીપજ્યું હતું. વૃદ્ધા આશાબેનના બે દીકરા અને પતિ ત્રિલિંગેશ્વર સોમનાથ મંદિરના પૂજારી છે. બનેલી હિટ એન્ડ રન કેસમાં મોતને ભેટેલાં વૃદ્ધાને લઈ ખટોદરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

The-moped-rider-had-an-accident.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *