Gujarat

સુરતની મહિલા ડોક્ટર પર યુવકે રેપ કર્યાની ફરિયાદ નોંધાઈ

સુરત
સુરતની મહિલા ડોકટરે જહાંગીરપુરા પોલીસમાં ફરિયાદ આપતાં પોલીસે ઋષિકેશ ઉર્ફે રિષી બળવંત સોલંકી (૨૨) (રહે, રામનગર સરકારી વસાહત, રાંદેર) સામે બળાત્કારનો ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી છે. આરોપી ઋષિકેશ હાલમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં અભ્યાસ કરે છે. તેણે ડોકટરને બીભત્સ વીડિયો અને ફોટો પતિને બતાવી દેવાની ધમકી આપી નવેમ્બર-૨૦માં બીજીવાર શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ ડોકટરે તમામ સંબંધો કાપી નાખ્યા હતા છતાં તે એક વર્ષથી પરેશાન કરતો હતો. ડોકટર ક્લિનિક પર આવતા-જતા રસ્તામાં પણ તેને ગાળો આપી ધમકી આપતો હતો. તબીબે પતિને પણ વાત કરી હતી. ઋષિકેશના પિતા ખાનગી નોકરી કરે છે તથા માતા બહુમાળીમાં સરકારી કર્મચારી છે.રાંદેર રહેતા ૨૨ વર્ષીય યુવકે જહાંગીરપુરાની ૩૪ વર્ષીય મહિલા ડોકટર પર રેપ કર્યો છે. બંને જિમમાં પરિચયમાં આવ્યાં હતાં. દોઢેક વર્ષ પહેલાં યુવકે ડોકટરના ઘરે આવી તેના પુત્ર અને પતિને મારી નાખવાની ધમકી આપી તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. એ વખતે યુવકે ડોકટરનો બીભત્સ ફોટો અને વીડિયો ઉતારી લઈ બ્લેકમેઇલ કરતો હતો.

File-01-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *