Gujarat

સુરતમાં ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી ૧૮ લાખનો તોડ કરાયો

સુરત
દુબઈમાં પ્રાઇવેટ કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરતા સલમાન પેનવાલાને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ભાગળના જવેલર્સના વેપારી અને પોલીસના બાતમીદાર ઝુબેર ચોક્સીએ ઇકો સેલના નામે ૧૮ લાખનો તોડ કર્યો હોવાની ચોંકાવનારી હકીકતો ઈકોસેલના પીઆઈ બ્લોચના ધ્યાને આવતા તેમણે સલમાનને પૂછપરછ કરી હતી. જેમાં ૧૮ લાખની રકમ ઝુબેર ચોક્સીએ ઈકોસેલના નામે પડાવી હોવાની વાત કરી હતી. જેથી ઇકોસેલે સલમાનની ફરિયાદ લીધી હતી. જેના આધારે પોલીસે તોડબાજ મોહમદ ઝુબેર હનીફ(ચોક્સી)(૫૨)(રહે,રાણીતળાવ, બીબીની વાડી) સામે ગુનો નોંધી ધરપકડની તજવીજ શરૂ કરી છે. આ કેસની તપાસ ક્રાઇમબ્રાંચના પીઆઈ વાગડીયાને સોંપાઈ છે.વધુમાં પોલીસે જણાવ્યું કે, સલમાનનો ભાઈ અજીમ પેનવાલા ૨૧ કરોડની કાપડની ચીટીંગમાં આરોપી હતો. અજીમ વિરૂધ્ધ બે ગુનાઓ દાખલ થયા હતા અને તેની તપાસ ઈકોસેલને સોંપાઈ હતી. જ્યારે અન્ય બે આરોપીઓ દુબઈ ભાગી ગયા હતા. બન્ને આરોપીઓની ટિકિટો સેલ્સ મેનેજરે ટ્રાવેલ્સ એજન્ટ પાસે બુક કરાવી હતી. બંનેન આરોપીની તપાસમાં પોલીસ ટ્રાવેલ્સ એજન્ટની ઓફિસ પર પહોંચી હતી અને ત્યાંથી સલમાનનો મોબાઇલ નંબર લીધો હતો. આ વાતની જાણ એજન્ટે સેલ્સ મેનેજરને કરી દેતા તે ગભરાયો હતો. આથી સેલ્સ મેનેજરે દુબઈથી તેના મિત્ર અઝીઝ હનીફ ચોક્સીને ફોન પર વાત કરી હતી. અઝીઝ ચોકસીએ તેના ભાઈ ઝુબેર ચોક્સીની પોલીસમાં સારી ઓળખાણ છે તેમ કહી તેને ફોન કરવાની સલાહ આપી હતી. સેલ્સ મેનેજરે ઝુબેર ચોક્સીને કોલ કરતા તેણે સેલ્સ મેનેજરને સુરત આવી પતાવટની વાત કરી હતી. જેથી સેલ્સમેનેજર ૧૮મી મેના રોજ સુરત આવ્યો હતો. સેલ્સ મેનેજરે તેના ભાઈ અજીમને ઝુબેરની દુકાને બોલાવતા ઈકોસેલે અજીમને પકડ્યો હતો. બીજા દિવસે ઝુબેરે સેલ્સ મેનેજરને પોલીસ પકડી લેસે તેવો ભય બતાવી પતાવટ કરવા પોલીસને પૈસા આપવા પડશ તેમ કહ્યું હતું. સેલ્સ મેનેજરે શરૂઆતમાં ઝુબેરને ૨ લાખ આપ્યા હતા. પછી ભાઈને પણ છોડાવી દેવાની વાત કરી ટુકડે ટુકડે કરી ૧૬ લાખની રકમ ઈકોસેલના સાહેબને આપવાના નામે પડાવ્યા હતા. જાે જુબેરના કોલ ડિટેઇલ્સની તપાસ કરાય તો ઘણી ચોકાવનારી વિગતો સામે આવી શકે છે.

File-01-Page-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *