Gujarat

સુરતમાં બંદૂક બતાવી બે ઈસ્મો આંગડીયા પેઢીના ૩૩ લાખ લઈ ફરાર

સુરત
સુરતના ઉધના સિલીકોન શોપર્સમાં આવેલી આંગડિયા પેઢીનો કર્મચારી ડિંડોલી ઓમ નગર નજીક ખુલ્લા મેદાન પાસેથી પસાર થતો હતો ત્યારે બે અજાણ્યા તેને બંદૂક બતાવી તેની પાસેના રોકડા રૂ. ૩૩ લાખની લૂંટ કરી ગણતરીના સમયમાં ફરાર થઈ ગયા હતા બનાવની જાણ થતા દોડી ગયેલી પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ મેળવી તેમજ આજુબાજુના લોકોની પૂછપરછના આધારે લૂંટારાઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે. લૂંટારૂઓએ બાઈક ચાલક આંગડીયાના કર્મચારીને અટકાવીને રૂપિયા ભરેલી બેગ ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો. જાે કે, કર્મચારીએ ન આપતા ઝપાઝપી થઈ હતી. આખરે લૂંટારૂઓએ બંદૂક બતાવતાં કર્મચારીને બેગ આપી દેવી પડી હતી. બાદમાં બન્ને લૂંટારૂઓ નાસી ગયાં હતાં.સુરતના ડિંડોલી ઓમ નગર નજીક આંગડીયા પેઢીના કર્મચારીને બંદૂક બતાવી બે લૂંટારૂ રોકડા ૩૩ લાખની લૂંટ કરી હતી. બાઈક પર જતાં આંગડીયાના કર્મચારી પાસેથી રૂપિયા ભરેલો થેલો બંદૂક બતાવી લૂંટી લીધો હતો. બાદમાં આ લૂંટારૂઓ ગણતરીના સમયમાં ફરાર થઈ જતા પોલીસ દોડતી થઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *