સુરત
સુરતના ગૌરક્ષકોને ભેંસો ભરેલી ટ્રક નીકળવાની હોવાની બાતમી મળી હતી. જેના આધારે ગૌરક્ષકોના માણસોએ કડોદરાથી પીછો કરીને સુરતના વનમાળી જંકશન ખાતે સરથાણા પોલીસ સાથે ટ્રકને ઝડપી પાડી હતી. આ ટ્રકમાંથી પોલીસને ૯ જેટલી ભેંસો મળી આવી હતી. આ તમામ ભેંસોને કતલખાને લઈ જવામાં આવી રહી હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. કતલખાને લઈ જવાતી ભેંસો ભરેલી ટ્રક (જીજે ૨૪ વી ૯૦૧૯) વિષે કોઈને જાણ ન થાય તે માટે મોડસ ઓપરેન્ડી અપનાવવામાં આવી રહી હતી. ભેંસોની ઉપર ટ્રકમાં લાકડાનું પાર્ટીશન બનાવવામાં આવ્યું હતું. જેના ઉપર કેરીના બોક્સ અને બીજી અન્ય વસ્તુઓ મુકવામાં આવી હતી. જેથી લોકોના ધ્યાનમાં ભેંસોની હેરાફેરી ન આવે..જાેકે ગૌરક્ષો અને પોલીસે સાથે મળીને ભેંસોને છોડાવી છે. ટ્રકમાંથી બે વ્યક્તિને પણ પોલીસે ઝડપી લીધા છે. હાલ ટ્રકને સરથાણા પોલીસ સ્ટેશન લઈ જઈને તમામની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.સુરતના સરથાણા વિસ્તારમાંથી કતલખાને લઈ જવાતી ૯ જેટલી ભેંસોને બચાવી લેવામાં આવી છે. ગૌરક્ષકોને મળેલી બાતમીના આધારે ટ્રકનો પીછો કરવામાં આવ્યો હતો. જેથી ટ્રકને પકડીને સરથાણા પોલીસના હવાલે કરવામાં આવી હતી. પોલીસે ભેંસો-ટ્રક સહિત ૨ વ્યક્તિની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે.
