Gujarat

સુરેન્દ્રનગરમાં ડમ્પરની અડફેટ આવી જતા બાઈક સવાર બે યુવાનોના મોત

સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં ડમ્પરના ચાલકો બેફામ બન્યા છે. હજુ ત્રણના મોત નિપજ્યા છે, ત્યારે ફરીવાર બે યુવાનોને મોતને ઘાટ ઉતારતા જિલ્લામાં ડમ્પરના ચાલકો સામે રોષની લાગણી ફેલાઇ છે. આ અકસ્માતમાં મોતને ભેટેલા બંને યુવાનો નાના મઢાદ ગામના હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માત અન્ય એક યુવાન ઘાયલ થતા હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયો છે. સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકા મથકોમાં અને જિલ્લામાંથી અસંખ્ય ડમ્પર ચાલકો બેફામ રીતે વજન ભરી અને હાઈવે ઉપર પસાર થાય છે. ત્યારે ડમ્પરના ચાલકો માનવ જિંદગીને રોળી રહ્યા છે. આમ છતાં પણ પોલીસ તંત્ર તેમજ આરટીઓ શાખા અને મામલતદાર સહિતની શાખાઓ નિષ્ફળ રહી હોવાનું હાલમાં સરેઆમ જાેવા મળી રહ્યું છે. હજુ જ લીંબડી હાઇવે ઉપર ત્રણના મોત નિપજાવનાર ડમ્પરના અકસ્માતને ગણતરીના જ કલાકો વિત્યા છે ત્યાં વળી સાયલા લીંબડી હાઇવે ઉપર સવારે અકસ્માત સર્જાયો છે. જેમાં બે યુવાનને મોતને ઘાટ ઉતારવાની ઘટના સામે આવી રહી છે. ત્યારે હાલમાં જાણકાર વર્તુળો પાસે જાણવા મળતી વિગતો અનુસાર સાયલા-લીંબડી હાઇવે ઉપર સવારના બાઈક ઉપર ત્રિપલ સવારી ત્રણ યુવાનો જઈ રહ્યા હતા. ડમ્પરના ચાલકે બાઈકને લેતા ઘટના સ્થળ ઉપર બે યુવાનોના મોત નીપજ્યા છે. તાત્કાલિક અસરે આ ઘટનાની જાણકારી મળતા ઘટના સ્થળ ઉપર હાલમાં તો પોલીસ દોડી ગઈ છે. પરંતુ ડમ્પરનો ચાલક પણ અકસ્માત સર્જી અને નાસી ગયો છે. હાલમાં આ નેશનલ હાઈવે ઉપર બે યુવાનોના મોત થતા વાહનચાલકોમાં પણ અરેરાટી ભર્યો માહોલ જાેવા મળી રહ્યો હતો. હાલમાં, આ બંને મૃતકો નાના મઢાદ ગામના હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે હાલમાં તેઓને પીએમ માટે સાયલા સરકારી દવાખાને ખસેડવામાં આવી અને તેના પરિવારોને જાણકારી આપવા માટેની હાલમાં તાજવીજ હાથ ધરવામાં આવી છે.

File-02-Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *