Gujarat

સોમનાથ નજીક સમુદ્રકિનારે રેતશિલ્પ મહોત્સવનો પ્રારંભ કલાત્મક રેત શિલ્પ નિહાળી સેહલાણીઓ અભિભૂત    

ગિરગઢડા
    ભરત ગંગદેવ
     પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર નજીક ચોપાટી પર સમુદ્રકિનારે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રેતશિલ્પ મહોત્સવનો પ્રારંભ થયો છે.
       આ રેતશિલ્પ મહોત્સમાં કલા નિપુણ કલાકારો દ્વારા આકર્ષક રેતશિલ્પ નિહાળી સહેલાણીઓ અભિભૂત થયા છે. આ રેતશિલ્પોનો માધ્યમથી પ્લાસ્ટિક મુક્ત ભારત, વેકસીનેશન અભિયાન, કોરોના સામે જાગૃતિ, સહિતના સામાજિક જાગૃતિના સંદેશ આપવામાં આવ્યાં છે. સાથે જ સૈન્ય દિવસની ઉજવણી પર વીર સૈનિકો અને સરદાર પટેલના પણ રેતશિલ્પનું નિર્માણ કરાયું હતું.
       ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી અને જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી,ગીર સોમનાથ દ્વારા આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તેમ એક યાદીમાં જણાવાયું છે.

IMG-20220116-WA0214.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *