રાજકોટ
રાજકોટ શહેરના રૈયા રોડ પર આવેલ પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનો ૫૬મોં પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ દેવવ્રત આચાર્ય વર્ચ્યુલ જાેડાયા હતા જયારે શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, રાજ્યકક્ષાના મંત્રી કુબેર ડીંડોર, કુલપતિ, ઉપ-કુલપતિ, રજિસ્ટ્રાર સહીત અધિકારીઓ અને સિન્ડિકેટ સભ્યો તેમજ દીક્ષાર્થ વિદ્યર્થિઓ જાેડાયા હતા. કોરોનની મહામારી ધ્યાનમાં રાખી બેઠક વ્યવસ્થામાં સોશિયલ ડિસ્ટન્સ જરૂર જાળવવામાં આવ્યું હતું પરંતુ આ કાર્યક્રમમાં ૧૫૦થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા.આજના પદવીદાન સમારોહમાં ૧૩ ફેકલ્ટીઓના ૩૭૧૨૩ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. તેમજ ઉચ્ચગુણાંક સાથે સિદ્ધિ હાંસલ કરનારા ૧૦૮ વિદ્યાર્થીઓને ૧૨૭ ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા.કુલપતિ અને ઉપકુલપતિનો કાર્યકાળ ૬ ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થઇ રહ્યો છે તેમના કાર્યકાળ દરમિયાનનો આજે આ છેલ્લો પદવીદાન સમારોહ યોજાયો હતો. આ તકે રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સીટીએ ગુજરાતની બીજા નંબરની મોટી યુનિવર્ષિટી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીએ પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. કુલપતિ અને ઉપકુલપતિની ટીમે ખુબ સારી કામગીરી કરી છે. જાે કે વારંવાર કૌભાંડો કારણે વિવાદમાં આવતી સૌરાષ્ટ્ર યુનિવર્સીટી એ ગ્રેડમાંથી બી ગ્રેડ યુનિવર્સીટી સુધી પહોંચી ગઈ છતાં શિક્ષણમંત્રી સારી કામગીરી થઇ હોવાનું જણાવ્યું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં ૧૦૮ વિદ્યાર્થીને ૧૨૭ ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા છે જેમાં વિદ્યાર્થીઓને રૂ.૧૫૦૦નો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. જ્યારે આ વર્ષે પણ શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, રાજ્યકક્ષાના મંત્રી કુબેર ડીંડોર, યુનિવર્સિટીના કુલપતિ, ઉપકુલપતિ, રજિસ્ટ્રાર, સિન્ડિકેટ સભ્યો, એકેડેમિક કાઉન્સિલના સભ્યો માટે અંદાજિત રૂ. ૨૬૦૦ની કિંમતની એક એવી ૩૫થી વધુ કોટી સિવડાવવાના ઓર્ડર અપાયા છે જેની પાછળ કુલ અંદાજિત ૯૦ હજારનો ખર્ચ કરવામાં આવ્યો છે.


