ગુજરાત સરકારશ્રીના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ,ગાંધીનગરના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત અને જીલ્લા રમત ગમત અધિકારીની કચેરી જામનગર સંચાલિત ખેલ મહાકુંભ-૨૦૨૨ની જામનગર શહેરની ઝોનકક્ષાની અને શહેરકક્ષાની સ્પર્ધા તા. ૨૦ થી તા.૨૬ માર્ચ સુધી યોજાશે. જેમાં ઝોનકક્ષાની સ્પર્ધામાં ચેસ(ભાઈઓ-બહેનો) સ્પર્ધા તા.૨૦/૦૩/૨૦૨૨ના રોજ જી.એચ.ગોસરાણી(હરિયા)કોલેજ,જામનગર(કન્વીનરશ્રી પ્રભાંશુ અવસ્થી-મો. ૯૯૭૪૦૬૫૯૫૮), યોગાસન(ભાઈઓ-બહેનો) સ્પર્ધા તા.૨૦/૦૩/૨૦૨૨ના રોજ સજુબા ગર્લ્સ હાઈસ્કૂલ,જામનગર(કન્વીનરશ્રી બાબુજી ચૌહાણ -મો. ૯૭૨૭૪૨૧૭૮૩ ), રસ્સાખેચ(ભાઈઓ-બહેનો) સ્પર્ધા તા.૨૧/૦૩/૨૦૨૨ના રોજ ડી.સી.સી.હાઈસ્કૂલ,જામનગર (કન્વીનરશ્રી એસ.કે.રાજકોટિયા -મો. ૯૭૨૭૪૨૧૭૮૩), ખો ખો(ભાઈઓ) સ્પર્ધા તા.૨૦/૦૩/૨૦૨૨ના રોજ ડી.સી.સી.હાઈસ્કૂલ,જામનગર (કન્વીનરશ્રી દિવ્યેશ કપુરિયા -મો. ૯૯૨૫૫૮૫૯૯૫), ખો-ખો(બહેનો) સ્પર્ધા તા.૨૧/૦૩/૨૦૨૨ના રોજ આહિર કન્યા વિદ્યાલય કનસુમરા પાટિયા,જામનગર(કન્વીનરશ્રી ભાવીશા સુવા -મો. ૯૦૧૬૮૮૮૬૪૪), વોલીબોલ (ભાઈઓ) સ્પર્ધા તા.૨૧/૦૩/૨૦૨૨ના રોજ ભવન્સ એ.કે.દોશી વિદ્યાલય,જામનગર(કન્વીનરશ્રી જયદીપ અગ્રાવત-મો. ૯૮૨૪૪૫૪૨૩૮), વોલીબોલ (બહેનો) સ્પર્ધા તા.૨૨/૦૩/૨૦૨૨ના રોજ નેશનલ હાઇસ્કુલ ,જામનગર(કન્વીનરશ્રી જે.જે.હડિયા -મો. ૯૪૨૮૫૭૦૫૬૪), કબ્બડી (ભાઈઓ) સ્પર્ધા તા.૨૨/૦૩/૨૦૨૨ના રોજ ડી.સી.સી.હાઇસ્કુલ,જામનગર(કન્વીનરશ્રી અજયસિંહ ચૌહાણ -મો. ૯૦૯૯૧૬૮૭૭૭), કબ્બડી (બહેનો) સ્પર્ધા તા.૨૬/૦૩/૨૦૨૨ના રોજ આહિર કન્યા વિદ્યાલય કનસુમરા પાટિયા,જામનગર (કન્વીનરશ્રી દિવ્યેશ કપુરિયા-મો. ૯૯૨૫૫૮૫૯૯૫),એથ્લેટીક્સ ઝોન ૧ અને ૨ ની ભાઈઓ/બહેનો સ્પર્ધા તા.૨૪/૦૩/૨૦૨૨ના રોજ તેમજ ઝોન ૩ અને ૪ની ભાઈઓ/બહેનો સ્પર્ધા તા.૨૫/૦૩/૨૦૨૨ ના રોજ ધનવંતરી મેદાન,જામનગર ખાતે (કન્વીનરશ્રી દુષ્યંતસિંહ ઝાલા-મો.૯૫૩૭૬૬૧૧૭૭) યોજાશે. આ તમામ સ્પર્ધાઓમાં ભાગ લેનાર એ સવારે ૦૮:૦૦ કલાકે રિપોર્ટિંગ કરવાનું રહેશે.
જામનગર શહેરકક્ષાની સ્પર્ધાઓમાં હોકી(ભાઈઓ/બહેનો) તા.૨૨/૦૩/૨૦૨૨ના રોજ ધનવંતરી મેદાન,જામનગર(શ્રી દિવ્યેશ કપુરિયા- ૯૯૨૫૫૮૫૯૯૫), કરાટે(ભાઈઓ/બહેનો) તા.૨૦/૦૩/૨૦૨૨ના રોજ નંદ વિદ્યા નિકેતન સ્કૂલ,જામનગર ( સરફરાજ નોયડા-૭૫૭૩૦૪૮૦૬૭),સ્કેટિંગ(ભાઈઓ) તા.૨૦/૦૩/૨૦૨૧ના તેમજ બહેનો તા.૨૧/૦૩/૨૦૨૨ના રોજ એચ.એલ.સ્કેટિંગ સ્કૂલ ખોડીયાર કોલોની જામનગર( અમિત સોની -૯૯૨૫૦૨૯૧૪૦) ,જૂડો (ભાઈઓ-બહેનો) તા.૨૦/૦૩/૨૦૨૨ના રોજ પ્રાઈમ ઇન્ટરનેશનલ સ્કૂલ,જામનગર(મયુર ગોહિલ -૮૭૮૦૮૦૦૯૨૮), હેન્ડબોલ(ભાઈઓ) તા.૨૩/૦૩/૨૦૨૨ના રોજ એલ.જી.હરિયા સ્કૂલ,જામનગર(કપિલ ત્રિવેદી-૯૪૨૮૯૮૫૦૧૯),ટેકવેન્ડો(ભાઈઓ-બહેનો) તા.૨૧/૦૩/૨૦૨૨ના રોજ નંદ વિદ્યા નિકેતન સ્કૂલ,જામનગર ( સરફરાજ નોયડા-૭૫૭૩૦૪૮૦૬૭), ફૂટબોલ અન્ડર-૧૪ ભાઈઓ તા.૨૦/૦૩/૨૦૨૨, અન્ડર-૧૪,૧૭ અને ઓપન વયજૂથ બહેનો તા.૨૦/૦૩/૨૦૨૨, અન્ડર-૧૭ અને ઓપન વયજૂથ ભાઈઓ તા.૨૧/૦૩/૨૦૨૨ના રોજ સ્વામીનારાયણ ગુરુકુળ મેદાન,નાઘેડી( દુષ્યંતસિંહ ઝાલા- ૯૫૩૭૬૬૧૧૭૭),આર્ચરી (ભાઈઓ-બહેનો) તા.૨૦/૦૩/૨૦૨૨ના રોજ ડીસી.સી.હાઈસ્કૂલ,જામનગર (અજયસિંહ ચૌહાણ -મો. ૯૦૯૯૧૬૮૭૭૭), બાસ્કેટબોલ અંડર-૧૪ ભાઈઓ-બહેનો તા.૨૦/૦૩/૨૦૨૨, અંડર-૧૭,અબવ-૧૭ ભાઈઓ તા.૨૧/૦૩/૨૦૨૨ના રોજ અંડર-૧૭,અબવ-૧૭ બહેનોની સ્પર્ધા જી.એચ.ગોસરાણી કોલેજ,જામનગર(પ્રભાંશુ અવસ્થી- ૯૯૭૪૦૬૫૯૫૮), કુસ્તી ભાઈઓ તા.૨૪/૦૩/૨૦૨૨,બહેનો તા.૨૫/૦૩/૨૦૨૨ના રોજ ડી.એસ.ગોજીયા વિદ્યાલય જામનગર(વી.કે.મૈયડ- ૯૮૭૯૧૪૨૭૨૭), શુટિંગબોલ ભાઈઓ તા ૨૧/૦૩/૨૦૨૨ ના રોજ ભવન્સ એ.કે.દોશી વિદ્યાલય,જામનગર(જયદીપ અગ્રાવત- ૯૮૨૪૪૫૪૨૩૮),ટેબલ ટેનિસ ભાઈઓ તા.૨૨/૦૩/૨૦૨૨ .બહેનો તા.૨૩/૦૩/૨૦૨૨ના ભવન્સ એ.કે.દોશી વિદ્યાલય,જામનગર(કુલદીપસિંહ ઝાલા ૯૦૩૩૬૨૨૦૦૦), સ્વીમીંગ ભાઈઓ તા.૨૧/૦૩/૨૦૨૨ ,બહેનો તા.૨૨/૦૩/૨૦૨૨ જે.એમ.સી.સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ(અરવિંદ આંબલીયારા- ૯૮૯૮૪૧૨૯૧૯), બેડમિન્ટન અંડર-૧૪,અબવ-૪૦,૬૦ સિંગલ.ડબલ્સ ભાઈઓ તા.૨૧/૦૩/૨૦૨૨, અંડર-૧૪,અબવ-૧૭,૪૦,૬૦ સિંગલ.ડબલ્સ બહેનો તેમજ મિક્સ ડબલ્સ તા.૨૨/૦૩/૨૦૨૨, અંડર-૧૭,અબવ-૧૭ ભાઈઓ તા.૨૩/૦૩/૨૦૨૨ના જે.એમ.સી.સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ(ચેતન મોનાણી- ૯૮૨૫૭૧૪૧૮૮),લોન ટેનીસ અંડર-૧૪,૧૭,અબવ-૧૭,૪૦,૬૦ સિંગલ.ડબલ્સ ભાઈઓ તા.૨૨/૦૩/૨૦૨૨. અંડર-૧૪,૧૭,અબવ-૧૭,૪૦,૬૦ સિંગલ.ડબલ્સ બહેનો તેમજ મિક્સ ડબલ્સ તા.૨૩/૦૩/૨૦૨૨ના જે.એમ.સી.સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ,જામનગર(યોગેન્દ્રસિંહ જાડેજા- ૯૯૯૮૯૬૦૪૪૪)યોજાશે.વધુ માહિતી માટે સ્પર્ધકોએ કન્વીનરશ્રીનો સંપર્ક કરવાનો રહેશે. રજીસ્ટ્રેશન કરાવેલ ઉમેદવાર જ આ સ્પર્ધાઓમાં ભાગ લઈ શકશે તેમ જિલ્લા રમત ગમત અધિકારી, જામનગરની યાદીમાં જણાવેલ છે.
દ્રષ્ટિ જોષી
