Gujarat

સ્પોર્ટ ક્વોટામાં હેડ કોન્સ્ટેબલ(જનરલડ્યુટી)ની ભરતીમાટે અરજી કરવા અનુરોધ

જામનગર માર્ચ,સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલસીક્યુરીટી ફોર્સ(CISF) ન્યુ દિલ્હી દ્વારા સ્પોર્ટ ક્વોટામાં હેડ કોન્સ્ટેબલ(જનરલડ્યુટી)ની ભરતી કરવા જાહેરાત પ્રસિદ્ધ થયેલ છે. ધો.૧૨ પાસનીલાયકાત ધરાવતા તથા તા./૦૮/૨૦૨૧ના રોજ ૧૮ થી ૨૩ વર્ષની ઉંમર ધરાવતા તથા ૨૦૧૯ થી ૨૦૨૧ વચ્ચે સ્પોર્ટ ક્વાટામાં રાષ્ટ્રીય કક્ષાએ/રાજયકક્ષાએ ભાગ લીધેલ હોય અથવા રાષ્ટ્રીય વિશ્વ વિદ્યાલય કક્ષાએ કે આંતર વિશ્વ વિદ્યાલય કક્ષાએ મેડલ મળેલ હોય તેઓઆ માટેઅરજીપાત્ર છે.અરજીપત્રક માટે વેબસાઈટhttp://www.cisfrectt.inપર જવા અને વધુ વિગત માટે મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરીનો સંપર્ક સાધવા અથવા રોજગાર સેતુ હેલ્પલાઇન નં. ૬૩૫૭૩૯૦૩૯૦ ઉપર કોલ કરવા અનુરોધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *