હનુમાન જયંતી પ્રસંગે ભાવનગર સ્ટેટના રાજવી પરીવારના વર્તમાન યુવરાજ સાહેબ પધાર્યા….
બોટાદ જીલ્લાના પાળીયાદ ધામ ખાતે આવેલ પવિત્ર પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યા વિહળધામ ખાતે હનુમાનજી મહારાજ ના જન્મોત્સવ નિમિતે વિહળ પરીવાર ના સેવક સમુદાય ના મોજીદ્રા પરીવાર દ્વારા દર વર્ષ ની જેમ દાદા નો મણીન્દો કરવામા આવેલ તેમજ મારૂતિ યજ્ઞ કરવામા આવેલ.હનુમાનજી મહારાજ ના જન્મોત્સવના પાવન દિવસે ભાવનગર સ્ટેટ ના રાજવી પરીવાર ના વર્તમાન યુવરાજ સાહેબ અને યોગીરાજસિંહ ચુડાસમા જસકા દ્વારા ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર વિહળાનાથ ના દર્શન તેમજ જગ્યા ના મહંત શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર નિર્માળાબા ઉનડબાપુ ના આશિષ તેમજ પુજ્યશ્રી ભયલુબાપુ સાથે શુભેરછા મુલાકાત લીધેલ અને જગ્યાની બણકલ ગૌશાળા , અશ્વશાળા , વિહળ વાટીકા અને કૈલાશ બંગલો ની મુલાકાત લીધેલ અને ખુબ રાજીપો વ્યક્ત કરેલ…
તસવીર-વિપુલ લુહાર


