જૂનાગઢ જિલ્લા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા થીમ પર ચિલ્ડ્રન પેઇન્ટીંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.
બાળકોની ચિત્રકલામાં રૂચી વિકસે અને તેઓને ચિત્રકલાના વિવિધ માધ્યમોની જાણકારી મળે તે હેતુને સુચારૂ પાર પાડવા રમતગમત, યુવા અને સાસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીની કચેરી તથા જૂનાગઢ જિલ્લા યુવા વિકાસ અધિકારી અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી દ્રારા એક ચિલ્ડ્ર્ન પેઇન્ટીંકગ વર્કશોપનું આયોજન તા.૨૯/૦૭/૨૦૨૨ સુધી કરવામાં આવેલ છે. આ ચિલ્ડ્રમન પેઇન્ટીંગ વર્કશોપનું આયોજન જૂનાગઢ ગ્રામ્ય વિસ્તારમાં ડેરવાણ પ્રાથમિક શાળા અને જૂનાગઢ શહેરની ડો.સુભાષ આર્ય કન્યા વિદ્યાલયમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના ઉદ્ધાટનમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી એન.ડી.વાળા, જિલ્લા રમત ગમત અધિકારી વી.વી.દિહોરા, સરપંચ ધરમસિંહ ભાટી, પૂર્વ સરપંચ અજાભાઇ ભાટી, એસ.એમ.સી.ના અધ્યક્ષ હકુમતસિંહ ભાટી અને શાળાના આચાર્ય દૂર્ગેશભાઇ મહેતા ઉપસ્થિત રહી બાળકોને પેઇન્ટીંગ દોરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
