Gujarat

હવે સાવરકુંડલા શહેરમા પણ પ્રાઈવેટ અને એસ.ટી.બસોમાં મુસાફરોનું આરોગ્યલક્ષી સ્ક્રીનીંગ ઝૂંબેશ શરૂ 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
અમરેલી જિલ્લા કલેકટર શ્રી નાં આદેશ મુજબ કોવિડ ગાઇડલાઇનનાં નિયમો અંતર્ગત સાવરકુંડલા શહેરની  પ્રાઈવેટ બસો તથા એસ. ટી બસોમાં આવતાં જતાં મુસાફરોનું  સાવરકુંડલા નગરપાલિકાના કર્મચારીઓ, પોલીસ તંત્રના કર્મચારીઓ અને આરોગ્ય વિભાગની એક સંયુક્ત ટીમ દ્વારા મુસાફરોનું આરોગ્યલક્ષી સ્ક્રીનીંગ ટેસ્ટ કરવામાં આવેલ. પ્રસ્તુત તસવીરમાં વહેલી સવારે પાંચ વાગ્યે સાવરકુંડલા શહેરમાથી આવતી જતી બસોમાં મુસાફરોનું સ્ક્રીનીંગ કરવામાં આવેલ. આ તમામ કામગીરી ખૂબ ચીવટથી કરવામાં આવી રહી છે. આમ પણ સાવચેતી અને સાવધાની રાખવામાં આવે તો કોરોનાનું સંક્રમણ ઘણે અંશે અંકુશમાં રહી શકે છે અને આ ત્રીજી લહેરની સંભાવના વચ્ચે સાવધાની અને સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. વિશેષમાં શહેરમા બહાર જાહેર સ્થળોએ નીકતી વખતે માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સીંગ અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવાની સૂચના પણ આપવામાં આવી છે.
ખાસ કરીને જાહેર સ્થળોએ વધુ ભીડ ટાળવા માટે પણ હવે આમજનતાએ જાગૃતિ કેળવવી પડશે.

IMG-20220112-WA0241.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *